android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara શહેર પોલીસને મોટી સફળતા, વીતેલા વર્ષમાં 189 ફરાર ગુનેગારો ઝડપાયા, ઠગાઇનો એક આરોપી તો 32 વર્ષે પકડાયો

calendar_todayJanuary 1, 2026

Vadodara શહેર પોલીસને મોટી સફળતા, વીતેલા વર્ષમાં 189 ફરાર ગુનેગારો ઝડપાયા, ઠગાઇનો એક આરોપી તો 32 વર્ષે પકડાયો

વડોદરા શહેર પોલીસે વર્ષ દરમિયાન અલગ–અલગ રાજ્યોમાં લાંબા સમયથી આશરો લઇ રહેલા અને વિવિધ ગુનાઓમાં ફરાર રહેલા કુલ189 ગુનેગારોને ઝડપી પાડવામાં નોંધપાત્ર સફળતા મેળવી છે.

650થી વધુ ગુનેગારોની યાદી તૈયાર કરી ઓપરેશન કારાવાસ શરૂ

શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ વડોદરામાં ગુનાઓ આચરી વર્ષોથી ફરાર થયેલા 650થી વધુ ગુનેગારોની યાદી તૈયાર કરી ઓપરેશન કારાવાસ શરૂ કરવામાં આવ્યું હતું.

છ ટીમો અલગ–અલગ રાજ્યોમાં મોકલાઇ

 આ ઝુંબેશ અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ અને શહેરના ચાર ઝોનના ડીસીપીની એક-એક ટીમ મળી કુલ છ ટીમો અલગ–અલગ રાજ્યોમાં મોકલવામાં આવી હતી.

વર્ષ દરમિયાન પોલીસે કુલ 189 ગુનેગારોને શોધી કાઢ્યા

આખા વર્ષ દરમિયાન પોલીસે કુલ 189 ગુનેગારોને શોધી કાઢ્યા છે, જેમાં 20 વર્ષ કે તેથી વધુ સમયથી ફરાર રહેલા 50 ગુનેગારોનો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીઓમાં શરીર સંબંધિત ગુનાઓ આચરનારા 49 અને મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા 92 આરોપીઓનો સમાવેશ થાય છે.

ઠગાઈના કેસનો આરોપી રાજકુમાર યાદવ ગુનો નોંધાયા બાદ 32 વર્ષ પછી પકડાયો

ખાસ ઉલ્લેખનીય છે કે, પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઠગાઈના કેસનો આરોપી રાજકુમાર યાદવ ગુનો નોંધાયા બાદ 32 વર્ષ પછી પકડાયો છે જે આ ઝુંબેશની મહત્વપૂર્ણ સફળતા ગણાય છે.

ગુનેગારોને પકડવાની આ કાર્યવાહી નવા વર્ષે પણ વધુ તીવ્ર બનશે

વડોદરા શહેર પોલીસના જણાવ્યા મુજબ, ગુનેગારોને પકડવાની આ કાર્યવાહી નવા વર્ષે પણ વધુ તીવ્ર બનાવવામાં આવશે જેથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી શકાય.