android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara: ડભાસા નજીક બે બાઇકો સામસામે ભટકાવતા એકનું ઘટનાસ્થળે મોત, 2 ગંભીર રીતે ઘાયલ

calendar_todayMay 19, 2026

Vadodara: ડભાસા નજીક બે બાઇકો સામસામે ભટકાવતા એકનું ઘટનાસ્થળે મોત, 2 ગંભીર રીતે ઘાયલ

પાદરા-જંબુસર માર્ગ પર અકસ્માતોનો સિલસિલો થમવાનું નામ નથી લઈ રહ્યો. પાદરાના ડભાસા ગામ નજીક બે પૂરપાટ ઝડપે આવી રહેલી મોટરસાયકલો વચ્ચે સામસામે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ જોરદાર ટક્કરમાં એક બાઇક સવાર યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે બાઇક સવાર યુવાનોને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી છે.

બે મોટરસાયકલો વચ્ચે અકસ્માત 

પ્રાપ્ત વિગતો અનુસાર, પાદરા-જંબુસર હાઇવે પરથી પસાર થતી બે બાઇકો ડભાસા ગામ નજીક એકબીજા સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે વાહનોના ફુરચા ઉડી ગયા હતા અને તેના સવારો હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. આ દુર્ઘટનામાં એક યુવકને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરુ ઊડી ગયું હતું. હાઇવે પર અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક રહીશો અને વાહનચાલકો તાત્કાલિક ઇજાગ્રસ્તોની વહારે દોડી આવ્યા હતા.

સારવાર માટે વડોદરા ખસેડાયા, પોલીસ તપાસ શરૂ

આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા અન્ય બે યુવકો લોહીલુહાણ હાલતમાં રોડ પર તરફડી રહ્યા હતા, જેમને સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક પાદરાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેઓની પ્રાથમિક સારવાર કર્યા બાદ, બંને યુવકોની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી વધુ અદ્યતન સારવાર અર્થે વડોદરાની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કર્યા છે.

આ પણ વાંચો: Morbi: મની ટ્રાન્સફરના વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી 8.38 લાખની લૂંટ