android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara : પ્રોફેશનલ કપડાંમાં આવીને બંધ મકાનોને ટાર્ગેટ કરી ચોરી કરતા 2 ઘરફોડીયા ઝડપાયા, 74 લાખ નો મુદ્દામાલ કબ્જે કરાયો

calendar_todayFebruary 9, 2026

Vadodara : પ્રોફેશનલ કપડાંમાં આવીને બંધ મકાનોને ટાર્ગેટ કરી ચોરી કરતા 2 ઘરફોડીયા ઝડપાયા, 74 લાખ નો મુદ્દામાલ કબ્જે કરાયો

વડોદરા શહેરમાં પ્રોફેશનલ કપડાં પહેરી ઘરફોડ ચોરી કરતા બે શાતિર ચોરોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી કુલ રૂ. 74 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

આરોપીઓના નામ પ્રદીપ દધિચ અને સુરેશ સેન

ઝડપાયેલા આરોપીઓના નામ પ્રદીપ દધિચ અને સુરેશ સેન છે. બંને આરોપીઓ મૂળ રાજસ્થાનના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

રેકી કરી બંધ મકાનોને નિશાન બનાવતા

આરોપીઓ વડોદરામાં રેકી કરી બંધ મકાનોને નિશાન બનાવતા હતા અને પ્રોફેશનલ દેખાવ રાખી શંકા ન જાય તે રીતે ચોરીઓ અંજામ આપતા હતા.

પ્રદીપ દધિચ થાણામાં કરિયાણાની દુકાન ચલાવતો

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે પ્રદીપ દધિચ થાણામાં કરિયાણાની દુકાન ચલાવતો હતો, પરંતુ દુકાન સારી રીતે ન ચાલતા તે ચોરીના રવાડે ચઢ્યો હતો અને પોતાના સાગરીત સુરેશ સેન સાથે મળીને તેણે વડોદરામાં અનેક ઘરફોડ ચોરીઓ કરી હતી.

કુલ ચાર ઘરફોડ ચોરીના બનાવોનો ભેદ ઉકેલ્યો

ક્રાઇમ બ્રાન્ચે આ કાર્યવાહી દરમિયાન કુલ ચાર ઘરફોડ ચોરીના બનાવોનો ભેદ ઉકેલ્યો છે. હાલ બંને આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહી છે અને અન્ય ગુનાઓમાં તેમની સંડોવણી છે કે નહીં તેની તપાસ પણ હાથ ધરવામાં આવી છે.

પ્રદીપ સામે 14 ગુના નોંધાયેલા છે.

પોલીસે જણાવ્યું હતું કે પકડાયેલો આરોપી પ્રહલાદ ઉર્ફે પ્રદિપ દધીચ રીઢો તસ્કર છે અને તેની સામે વડોદરા અને આણંદ સહિત રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 14 ગુના નોંધાયેલા છે જ્યારે આરોપી સુરેશ સામે રાજસ્થાનમાં ત્રણ ગુના નોંધાયેલા છે.

 રાત્રે પકડાઇ ના જાય તે માટે વડતાલ જઇને ધર્મશાળામાં રોકાતા

પોલીસના જણાવ્યા મુજબ પ્રદીપ અગાઉ શહેરમાં 5 વર્ષ સુધી ગોરવા વિસ્તારમાં રહેતો હતો અને 2011થી 2015 સુધી સાગરીતોની ગેંગ બનાવી 8 ઘરફોડ ચોરી કરી હતી. ગત 10 જાન્યુઆરીએ તે અને તેનો સાગરીત સુરેશ મુંબઇતી વડોદરા આવ્યા હતા અને ન્યુ સમા રોડ ખાતે સારા અને મોટા મકાનોની રેકી કરી હતી અને રાત્રે પકડાઇ ના જાય તે માટે વડતાલ જઇને ધર્મશાળામાં રોકાતા હતા

તાજેતરમાં 18 લાખની ચોરી કરી હતી

આરોપીઓએ તાજેતરમાં ન્યુ સમા રોડ નંદનવન સોસાયટીમાં આવેલા મકાનનું લોક તોડીને રાત્રે કબાટમાંથી 4 લાખ તથા ટાઇટન કંપનીની ચાર કાંડા ઘડિયાળ, તથા 14 લાખના સોના ચાંદીના દાગીના મળીને 18 લાખની ચોરી કરી હતી. 


આ પણ વાંચો-----     Banaskantha :ઠાકોર સમાજના બંધારણનો વિવાદ, વિવાદીત ગીત બાદ કલાકાર સુનિલ ઠાકોરે માફી માગી