android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara: નાતાલ અને નવા વર્ષની ઉજવણીમાં ગ્રામ્ય પોલીસનું સઘન ચેકિંગ, ડ્રંક એન્ડ ડ્રાઇવના 2510 કેસ

calendar_todayJanuary 2, 2026

Vadodara: નાતાલ અને નવા વર્ષની ઉજવણીમાં ગ્રામ્ય પોલીસનું સઘન ચેકિંગ, ડ્રંક એન્ડ ડ્રાઇવના 2510 કેસ

નાતાલ તથા નવા વર્ષની ઉજવણી દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસે સઘન વાહન ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાન અંતર્ગત ડ્રંક એન્ડ ડ્રાઇવ સહિત વિવિધ ગુનાઓમાં કુલ 2510 કેસ નોંધવામાં આવ્યા છે. જ્યારે હાઇવે પર અકસ્માતો અટકાવવા માટે ઓવરસ્પીડિંગના 2822 કેસ દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસ વડાના આદેશથી વિશેષ ટીમોની રચના

31 ડિસેમ્બરના રોજ નવા વર્ષની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા સુચારૂ રહે તે માટે વડોદરા જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ દ્વારા અસરકારક કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. તેના અનુસંધાને વડોદરા ગ્રામ્ય પોલીસે દારુ પીને વાહન ચલાવતા ચાલકો તેમજ હાઇવે પર ધૂમ સ્પીડે વાહન ચલાવનારાઓ સામે વિશેષ અભિયાન શરૂ કર્યું હતું. આ કામગીરી માટે જિલ્લામાં અલગ-અલગ ટીમો રચી, વિવિધ સ્થળોએ ચેકપોઇન્ટ અને નાકાબંધી ગોઠવવામાં આવી હતી.

બે દિવસમાં 912 કેસ

છેલ્લા એક અઠવાડિયા દરમિયાન, એટલે કે 23 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર 2025 દરમિયાન ડ્રંક એન્ડ ડ્રાઇવ હેઠળ મોટર વ્હીકલ એક્ટની કલમ 185 મુજબ 1598 કેસ સનોંધાયા હતા. ત્યારબાદ 31 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી દરમિયાન વધુ 912 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 2510 પર પહોંચી છે.

ઓવરસ્પીડિંગ સામે કડક કાર્યવાહી

આ ઉપરાંત, હાઇવે પર અકસ્માતોની સંખ્યા ઘટાડવાના હેતુથી ડિસેમ્બર મહિના દરમિયાન સ્પીડ ગનનો ઉપયોગ કરી ઓવરસ્પીડિંગના કુલ 2822 કેસ કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ આ કાર્યવાહીથી અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

આ પણ વાંચો----   Surendranagar જમીન કૌંભાડમાં તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલના 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર