android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara: રાણીયાની ખાનગી કંપનીમાં હોબાળો, 30થી વધુ કામદારોને WhatsApp પર મેસેજ કરી નોકરીમાંથી કઢાયા

calendar_todayJanuary 2, 2026

Vadodara: રાણીયાની ખાનગી કંપનીમાં હોબાળો, 30થી વધુ કામદારોને WhatsApp પર મેસેજ કરી નોકરીમાંથી કઢાયા

વડોદરાના સાવલી તાલુકાના રાણીયા ગામે આવેલી પ્લાસ્ટિક ઉત્પાદન કરતી ખાનગી કંપની (જે બોટલ બનાવવામાં વપરાતા કલર અને વ્હાઇટ માસ્ટર બેચ બનાવે છે) હાલ વિવાદના ઘેરામાં આવી છે. કંપનીના સંચાલકોએ 15 થી 18 વર્ષ જૂના અંદાજે 30થી વધુ કામદારોને કોઈપણ પૂર્વ સૂચના કે નોટિસ આપ્યા વિના, માત્ર વોટ્સએપ પર મેસેજ કરીને નોકરીમાંથી છૂટા કરી દેતા ભારે હોબાળો મચ્યો છે.

કામદારોને નોકરીમાંથી છૂટા કરી દેતા હોબાળો 

રોષે ભરાયેલા કામદારોએ કંપનીના ગેટ પાસે એકઠા થઈને ઉગ્ર નારેબાજી કરી દેખાવો કર્યા હતા. કામદારોએ ગંભીર આક્ષેપો કર્યા છે.ઔદ્યોગિક ન્યાય પંચ દ્વારા વર્ષ 1947ની જોગવાઈઓ મુજબ કામદારોને છૂટા ન કરવાનો સ્પષ્ટ હુકમ હોવા છતાં, કંપનીએ કોન્ટ્રાક્ટ પૂરો થવાનું બહાનું ધરીને આ હુકમનું ઉલ્લંઘન કર્યું છે. 15-18 વર્ષ જેટલા લાંબા સમયથી કામ કરતા હોવા છતાં, તેમને માત્ર ₹12,000 થી ₹13,000 જેટલું માસિક વેતન આપીને તેમનું આર્થિક શોષણ કરવામાં આવતું હતું. કામદારોએ આક્ષેપ કર્યો છે કે તેમને ડરાવવા અને અવાજ દબાવવા માટે કંપનીએ ગેટ પર બાઉન્સરો તૈનાત કરી દીધા છે.

શ્રમિકોના પરિવાર સામે રોજીરોટીનું સંકટ

કોઈપણ જાતની જાણકારી વગર અચાનક નોકરી ગુમાવતા આ શ્રમિકોના પરિવાર સામે રોજીરોટીનું સંકટ ઊભું થયું છે. કામદારોની માંગ છે કે તેમને ન્યાય મળે અને કાયદાકીય જોગવાઈઓ મુજબ ફરી નોકરી પર રાખવામાં આવે.

આ પણ વાંચો:Ahmedabad News : ગુજરાતીઓ તૈયાર રહેજો! રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે