android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara માં માર્ગ સલામતી માસ દરમિયાન ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી, 3583 વાહન ચાલકો સામે કાર્યવાહી

calendar_todayJanuary 16, 2026

Vadodara માં માર્ગ સલામતી માસ દરમિયાન ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી, 3583 વાહન ચાલકો સામે કાર્યવાહી

વડોદરા શહેર પોલીસ કમિશનર અને અધિક પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખા દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી હતી. 8થી 13 જાન્યુઆરી દરમિયાન એજ્યુકેશન, એન્ફોર્સમેન્ટ અને એન્જિનિયરિંગના ત્રણ મુખ્ય પાસાઓ પર આધારિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

વાહનચાલકો સામે દંડાત્મક પગલાં લેવામાં આવ્યા

આ સાથે 8થી 15 જાન્યુઆરી દરમિયાન ટ્રાફિક નિયમોના ભંગ બદલ એન્ફોર્સમેન્ટની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો સામે દંડાત્મક પગલાં લેવામાં આવ્યા હતા.

હેલ્મેટ વિના વાહન ચલાવવાના 33 કેસ સામે કાર્યવાહી

પોલીસ દ્વારા કરાયેલી કાર્યવાહી મુજબ એક કરતાં વધુ વ્યક્તિને બેસાડવાના 665 કેસ નોંધાયા હતા. હેલ્મેટ વિના વાહન ચલાવવાના 33 કેસ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. દસ્તાવેજો વિના વાહન ચલાવવાના 542 કેસ અને પાર્કિંગ નિયમોના ઉલ્લંઘનના 590 કેસ નોંધાયા હતા.

સીટબેલ્ટ ન પહેરવાના 296 કેસ

સીટબેલ્ટ ન પહેરવાના 296 કેસ, મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા 194 કેસ અને સત્તાધિકારીના આદેશનો અમલ ન કરવાના 174 કેસ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ડ્રાઇવર સીટ પર વધારાની વ્યક્તિ બેસાડવાના 45 કેસ નોંધાયા હતા.

ટ્રાફિક સિગ્નલ ભંગના 159 કેસ

ટ્રાફિક સિગ્નલ ભંગના 159 કેસ, ડ્રાઇવિંગ લાઇસન્સ વિના વાહન ચલાવવાના 48 કેસ અને વીમા વિના વાહન ચલાવવાના 61 કેસ નોંધાયા હતા. કાચ પર ડાર્ક ફિલ્મ લગાવવાના 23 કેસ, જોખમી રીતે વાહન ચલાવવાના 103 કેસ અને નંબર પ્લેટ વિના વાહન ચલાવવાના 520 કેસ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. વધુ ઝડપના 4 કેસ અને અન્ય 25 કેસ નોંધાયા હતા. આ દરમિયાન કુલ 101 વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા.

 માર્ગ સલામતી અંગે લોકોમાં જાગૃતિ લાવવી મુખ્ય ઉદ્દેશ 

ટ્રાફિક પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે માર્ગ સલામતી અંગે લોકોમાં જાગૃતિ લાવવી મુખ્ય ઉદ્દેશ છે. વાહનચાલકો નિયમોનું પાલન કરે તો અકસ્માતો ઘટાડી શકાય. આગામી સમયમાં પણ આવા એજ્યુકેશન અને એન્ફોર્સમેન્ટના કાર્યક્રમો સતત ચાલુ રાખવામાં આવશે.


આ પણ વાંચો-----    Gandhinagar : ગુજરાત બજેટ સત્રને લઈને મોટા સમાચાર, 16 ફેબ્રુઆરીથી મળશે બજેટ સત્ર