android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodaraના મંજુસર ગામે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ: દિલીપ પ્રોવિઝન સ્ટોરમાંથી 40 બોટલ કરાઈ જપ્ત

calendar_todayOctober 26, 2026

Vadodaraના મંજુસર ગામે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ: દિલીપ પ્રોવિઝન સ્ટોરમાંથી 40 બોટલ કરાઈ જપ્ત

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર ગામે ગ્રાહકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે ચેડાં કરતા એક મોટા ગેસ રિફિલિંગ કૌભાંડનો મંજુસર પોલીસે પર્દાફાશ કર્યો છે. મંજુસર સ્થિત ‘દિલીપ પ્રોવિઝન સ્ટોર’ ની આડમાં લાંબા સમયથી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગનું કાળું કારોબાર ધમધમી રહ્યું હતું. આરોપીઓ દ્વારા સરકારી સબસિડીવાળા કે ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી ગેરકાયદેસર રીતે ગેસ કાઢીને અન્ય નાના કે ઓછા વજનના સિલિન્ડરોમાં રિફિલિંગ કરવામાં આવતું હતું.

ગ્રાહકો સાથે છેતરપિંડી આચરતું રેકેટ ઝડપાયું

સિલિન્ડરની સીલ ખૂબ જ ચાલાકીપૂર્વક ખોલીને ફરીથી પેક કરવાની મોડસ ઓપરેન્ડી અપનાવીને ગ્રાહકોને ઓછા વજનના બાટલા પધરાવીને મોટી છેતરપિંડી આચરવામાં આવતી હતી. પોલીસ દ્વારા મળેલી બાતમીના આધારે કરવામાં આવેલા ઓચિંતા દરોડા દરમિયાન દુકાનમાંથી અંદાજે 40 જેટલા નાના-મોટા ગેસના બોટલો મળી આવ્યા હતા. પોલીસે ગેસ રિફિલિંગમાં વપરાતા સાધનો અને સિલિન્ડરો સહિત કુલ રૂપિયા 1,09,050નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Gas refilling scam in Manjusar village of Vadodara

એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ હેઠળ કાર્યવાહી

આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા નરેન્દ્રસિંહ માનસિંહ રાજપૂત અને રોશનબેન વ્હોરા નામના બે આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. મંજુસર પોલીસ સ્ટેશન દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) તેમજ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ (Essential Commodities Act) ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને આગળની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો