calendar_todayJanuary 8, 2026
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો મુખ્યમંત્રીને પત્ર..કલેક્ટર, DDO,SP, કમિશનર પ્રજાના કામની વાત સાંભળતા નથી
વડોદરા જિલ્લાના ભાજપના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખી જિલ્લા વહીવટીતંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પત્રમાં અધિકારીઓ અને કર્મચારીઓ પ્રજાના પ્રશ્નો પ્રત્યે અસંવેદનશીલ હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે.
કલેક્ટર, DDO, SP અને મ્યુનિસિપલ કમિશનરની કામગીરી સામે રજૂઆત
ધારાસભ્યોએ કલેક્ટર, DDO, SP અને મ્યુનિસિપલ કમિશનરની કામગીરી સામે રજૂઆત કરતા જણાવ્યું છે કે અધિકારીઓ પ્રજાના કામની વાત સાંભળતા નથી.
વિપરીત પરિસ્થિતિનું ગુલાબી ચિત્ર સરકાર સમક્ષ રજૂ કરે છે
ધારાસભ્યોએ આરોપ લગાવ્યો હતો કે અધિકારીઓ જમીન પરની હકીકતથી વિપરીત પરિસ્થિતિનું ગુલાબી ચિત્ર સરકાર સમક્ષ રજૂ કરે છે.
આવા અધિકારીઓ સરકારને હકીકતથી દૂર રાખે છે
પત્રમાં ધારાસભ્યોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, “આવા અધિકારીઓ સરકારને હકીકતથી દૂર રાખે છે,” જેના કારણે લોકપ્રતિનિધિઓના પ્રશ્નો અને પ્રજાના દુઃખદર્દ સુધી યોગ્ય રીતે પહોંચતા નથી.
કેટલાક અધિકારીઓ પોતાને જ સરકાર માની અંધાધૂંધ વહીવટ ચલાવે છે
આગળ તેમણે આક્ષેપ કર્યો છે કે કેટલાક અધિકારીઓ પોતાને જ સરકાર માની અંધાધૂંધ વહીવટ ચલાવે છે, જેના કારણે લોકશાહી પ્રક્રિયા અને જવાબદારી પર પ્રશ્નચિહ્ન ઊભું થાય છે.

આ ધારાસભ્યોના હસ્તાક્ષર
આ પત્ર પર ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા, ચૈતન્ય ઝાલા, કેતન ઇનામદાર, અક્ષય પટેલ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તાક્ષર છે. આ ઘટનાને લઈ વડોદરાના રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.
ખરાબ મનસ્વીતા દર્શાવતા થઈ ગયા
સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સહિત જિલ્લાના પાંચેય ધારાસભ્યો એ લેખિત માં વિવિધ રજૂઆતો કરતો પત્ર મુખ્યમંત્રી ને સંબોધીને પાઠવ્યો હતો. વહીવટી તંત્ર ના વાંકે પ્રજા ના કામો ખોરંભે પડ્યા છે અને પ્રજાએ નાનું કામ કરાવવું યુદ્ધ સમાન હોય ગણાવી ને મોટા અધિકારી ઓ થી લઈને નાના કર્મચારીઓ પોતાની ખરાબ મનસ્વીતા દર્શાવતા થઈ ગયા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. જિલ્લા કલેકટર પોલીસ કમિશનર જિલ્લા પોલીસ વડા જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ પોતાની ઓફિસોમાં બેસીને વિડિઓ કોન્ફરન્સ મારફતે જમીની હકીકત જાણ્યા વગર સરકારને ગુલાબી ચિત્ર બતાવતા હોવાનો લેખિત આક્ષેપ કર્યો
ધારાસભ્ય એ સૂચવેલા પ્રજાના કામો થતા નથી
પ્રજા અને પ્રજાના જન પ્રતિનિધિને અવગણીને પોતે જ સરકાર હોય તેવી રીતે કામ કરતા હોવાથી સરકારની છબી ખરડાઈ રહી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. ધારાસભ્ય એ સૂચવેલા પ્રજાના કામો થતા નથી અને ઉપરી અધિકારીઓ તમે ધારાસભ્ય ની મદદ કેમ માગી ખરાબ માનસિકતા અને સુચારૂ રૂપથી વહીવટી તંત્ર ચલાવવા યોગ્ય નથી તેવી લેખિત ફરિયાદ કરી
જરૂરી કડક પગલા લેવામાં આવે તેવી માંગ
પત્ર દ્વારા જિલ્લાના ધારાસભ્યોએ ખરાબ મનસ્વીતા ધરાવતા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવે અને જન પ્રતિનિધિ દ્વારા અને પ્રજા દ્વારા સૂચવવામાં આવેલ કામો કરવામાં આવે અને સાથે જ જરૂરી કડક પગલા લેવામાં આવે તેવી માંગ કરી પત્ર મુખ્યમંત્રી ને પાઠવ્યો
આ પણ વાંચો---- Somnath સ્વાભિમાન પર્વ, 72 કલાકના અખંડ ઓમકાર જાપનો ભવ્ય પ્રારંભ, અગ્નિદેવની સાક્ષીએ ગૂંજ્યા મહાદેવના ઓમકાર નાદ