android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara:શિનોરના ભેખડા ગામે 500 ગ્રામ ચાંદી સહિત 1 લાખની ચોરી

calendar_todayJanuary 8, 2026

Vadodara:શિનોરના ભેખડા ગામે 500 ગ્રામ ચાંદી સહિત 1 લાખની ચોરી

શિનોર તાલુકામાં રાત્રિના ચોરો દ્વારા શિનોર પોલીસને ખુલ્લો પડકાર ફેંકેલ છે. અને ભેખડા ગામે સફ્ળતાપૂર્વક ચોરી અને સાધલી મનન વિદ્યાલય સામે આવેલા બે ઘરોમાં ચોરીનો નિષ્ફ્ળ પ્રયાસ, શિનોર પોલીસના રાત્રી પેટ્રોલિંગના ધજાગરા ઉડાડે છે.

શિનોર તાલુકાના ભેખડા ગામે તા. 8 જાન્યુઆરીએ મળસ્કે 3 વાગ્યાના અરસામાં એક મકાનનું તાળું તોડી, તિજોરી તોડીને 500 ગ્રામ ચાંદી અને રૂા.10,000 રોકડા કુલ મળીને રૂા.1 લાખ ઉપરાંતની ચોરી કરીને રાત્રિના નિશાચરોએ શિનોર પોલીસને સીધો પડકાર ફેંક્યો છે. આજ સમયે રાત્રિના બેની આસપાસ આ ચોરો દ્વારા અદ્યતન સાધનો સાથે સાધલી મુકામે તાજેતરમાં મનન વિદ્યાલયમાં ચોરી થયેલ તેની બિલકુલ સામે કમ્પાઉન્ડમાં આવેલા પંકજ પંચાલ તથા પ્રવીણ મિસ્ત્રીના બંને ઘરોના દરવાજા તોડવાનો તથા જાળીઓ તોડવાનો પ્રયાસ કરતાં અવાજ થતાં જાગી ગયેલા માલિકોએ ફોન કરી આજુબાજુના રહેવાસીઓને બોલાવતા આ તસ્કરો ભાગી ગયા હતા. અને રહેવાસીઓ દ્વારા ચોરીનો પ્રયાસ નિષ્ફ્ળ બનાવ્યો હતો. એક જ દિવસે બે સ્થળોએ થયેલ ચોરીનો પ્રયાસ તથા ભેખડાની સફ્ળતાપૂર્વકની ચોરી એ શિનોર પોલીસની ઉંઘ હરામ કરી દીધેલ છે. પોલીસે સ્થળ તપાસ કરેલ છે. પરંતુ ચોરીનો ગુનો નોંધેલ નથી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો