android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara: આજોડ ગામે કારમાં રૂપિયા 6.64 લાખના દારૂ સાથે એક ઝડપાયો

calendar_todayApril 18, 2026

Vadodara: આજોડ ગામે કારમાં રૂપિયા 6.64 લાખના દારૂ સાથે એક ઝડપાયો

સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથકની હદમાં આજોડ ગામની સીમમાં પસાર થતાં એક્સપ્રેસ હાઈવે પર જિલ્લા એલસીબીની ટીમે માહિતીના આધારે દરોડો પાડીને વિદેશી દારૂનો જથ્થો અને કાર સહિત રૂા.16,74,520ના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી છે. જ્યારે અન્ય બે ઇસમને ફરાર જાહેર કરીને તપાસ હાથ ધરી છે. ગતરોજ જિલ્લા એલસીબીની ટીમે નાકાબંધી અને વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ નંબર વગરની ઇનોવા કાર ધ્યાને આવી હતી. જેમાં તપાસ કરતા વિદેશી દારૂની 70 પેટી નંગ 2460ના નંગ બોટલો 6,64,320નો મુદ્દામાલ ઝડપી પાડયો છે સાથે એક મોબાઇલ કિં. રૂા.10 હજાર અને ઇનોવા ગાડી કિં. રૂા.10 લાખ મળી કુલ રૂા.16,74,520નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. સાથે આ કારમાં આર જે 27 યુ.એ 85 56 નંબરની નંબર પ્લેટ પણ મળી આવી છે. આ મુદ્દામાલ સાથે રિતેશ સોમા પટેલ રહે 8/132 રત્નદીપ સોસાયટી લોકની કેતન સ્કૂલ પાસે (રાણીપ અમદાવાદ)ની ધરપકડ કરી છે. જ્યારે માલ આપનાર જવાનસિંહ (રહે ઉદેપુર રાજસ્થાન) તથા એક વોટ્સએપ નંબરવાળો અને માલ મંગાવનાર વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો