android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodaraના શિનોરમાં 66 વર્ષીય વૃદ્ધ હનીટ્રેપનો શિકાર, મહિલા સહિત 9 શખ્સોએ લાખો રૂપિયા પડાવ્યા

calendar_todayFebruary 6, 2026

Vadodaraના શિનોરમાં 66 વર્ષીય વૃદ્ધ હનીટ્રેપનો શિકાર, મહિલા સહિત 9 શખ્સોએ લાખો રૂપિયા પડાવ્યા

વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં એક વૃદ્ધને પ્રેમજાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવતી ગેંગનો પર્દાફાશ થયો છે. એક મહિલા અને આઠ શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું રચી 66 વર્ષીય વૃદ્ધ પાસેથી કટકે-કટકે રૂ.75 લાખ જેવી માતબર રકમ પડાવી લેતા ચકચાર મચી ગઈ છે. આ મામલે ભોગ બનનાર વૃદ્ધે શિનોર પોલીસ સ્ટેશનમાં નવ લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે.

મહિલા સહિત 9 શખ્સોએ રચ્યું કાવતરું

ફરિયાદ મુજબ, શિનોરના અનવર ટેલર નામના શખ્સે વૃદ્ધનો સંપર્ક મનીષા (ઉર્ફે શાંતા) નામની મહિલા સાથે કરાવ્યો હતો. મહિલાએ અવારનવાર વૃદ્ધને અલગ-અલગ જગ્યાએ મળવા બોલાવ્યા હતા. કાવતરાના ભાગરૂપે, જ્યારે મહિલા કુવા પાસેની એક ઓરડીમાં હતી, ત્યારે વૃદ્ધ ત્યાં પહોંચ્યા હતા. ત્યાં મહિલાએ જાતે જ પોતાના અને વૃદ્ધના કપડાં ઉતારી નાખ્યા હતા. વૃદ્ધ ગભરાઈને બહાર નીકળ્યા ત્યાં સુધીમાં ટોળકીએ આ બિભત્સ અવસ્થાનો વીડિયો ઉતારી લીધો હતો.

શિનોર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

વીડિયો બનાવ્યા બાદ ટોળકીના અન્ય સભ્યો નકલી પતિ અને સંબંધી બનીને ત્યાં પહોંચી ગયા હતા. તેમણે બિભત્સ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી. બળાત્કારના જૂઠા કેસમાં ફસાવી દેવાની બીક બતાવી. આ ડર બતાવી ટોળકીએ તબક્કાવાર વૃદ્ધ પાસેથી કુલ રૂ.75 લાખ પડાવી લીધા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી તમામ નવ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ પંથકમાં ભારે ચર્ચા જગાવી છે અને વૃદ્ધોને આવા અજાણ્યા સંપર્કોથી સાવધ રહેવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો