calendar_todayJanuary 9, 2026
Vadodara : ફેસબુક પર ફ્રેન્ડ બનાવી પૈસા પડાવી લેવાનું કાવતરું, 7 લાખ પડાવી લેનારા 4માંથી બે ઝડપાયા
વડોદરા જિલ્લાના શિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનામાં 68 વર્ષીય નિવૃત્ત કર્મચારી કમલેશ દવેને ફેસબુક પર ફ્રેન્ડ બની કાવતરું કરી રૂ. 7,00,000 પડાવી લેવાના કૌભાંડમાં પાંચ લોકો સામેલ હતા, જેમાંથી બે આરોપીઓ પકડાયા છે અને બાકીના બે પિતા-પુત્ર પણ પકડાઇ ગયાછે.
પિંકી પટેલ નામની યુવતીએ કમલેશ દવેને ફેસબુક પર ફ્રેન્ડ બનાવી વાતોમાં ફસાવ્યા
પ્રાપ્ત વિગતો અનુસાર, પિંકી પટેલ નામની યુવતીએ કમલેશ દવેને ફેસબુક પર ફ્રેન્ડ બનાવી વાતોમાં ફસાવ્યા હતા. ત્યારબાદ બંને શિનોર ગરનાળા પાસે બેઠા હતા ત્યારે સફેદ કારમાં ચાર પુરુષોએ સાથે મળી પોતાની જાતને પોલીસ બતાવીને કમલેશ દવેને કહ્યું કે યુવતી પાંચ ડ્રગના કેસમાં આરોપી છે અને તમે પણ ફસાઇ જશો.
ચાર આરોપીઓ ફરાર થઇ ગયા.
ત્યારબાદ આ શખ્સોએ વૃદ્ધ પાસેથી રૂપિયા 7,00,000 લાખ પડાવ્યા હતા અને યુવતી અને આ ચાર આરોપીઓ ફરાર થઇ ગયા.
પિતા-પુત્ર ઝડપાયા
મામલે શિનોર પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસે તપાસ કરીને હાર્દિક કનૈયાલાલ શેઠ તથા કેતન ઉર્ફે શાંતુ નરેન્દ્ર ત્રિવેદી (નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટરનો પુત્ર) ને ઝડપી લીધા હતા. પોલીસે હજુ ચાર આરોપીઓ પકડવાના બાકી છે જેમાં અંકિતા યજ્ઞેશ રાવલ, અંજનાબેન ઉર્ફે પિંકી પટેલ, રાજેશ પટેલ અને મહેશભાઇ (વલસાડ)નો સમાવેશ થાય છે. આ મામલે જીતેન્દ્ર ભોગીલાલ રાવલ અને તેના પુત્ર ધ્રુવ જીતેન્દ્ર રાવલ (કાંકરોલ, હિંમતનગર) પકડાયા છે.
બાકી રહેલા આરોપીઓની પકડ માટે તપાસ ચાલુ
હાલની સ્થિતિમાં, બાકી રહેલા આરોપીઓની પકડ માટે તપાસ ચાલુ છે.
આ પણ વાંચો---- Ahmedabad: પીએમ મોદીની મુલાકાતને પગલે 12 જાન્યુઆરીએ આ રસ્તો બંધ રહેશે, વાંચો તમારે ક્યા રસ્તાનો ઉપયોગ કરવો