android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara: એસ.ટી. તંત્ર, આરટીઓ અને પોલીસના સહયોગથી સઘન ચેકિંગ ડ્રાઈવ, 88 વાહનો ડીટેઈન, રૂ. 2.43 લાખ દંડ વસૂલ

calendar_todayJanuary 2, 2026

Vadodara: એસ.ટી. તંત્ર, આરટીઓ અને પોલીસના સહયોગથી સઘન ચેકિંગ ડ્રાઈવ, 88 વાહનો ડીટેઈન, રૂ. 2.43 લાખ દંડ વસૂલ

વડોદરા એસ.ટી. તંત્ર દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં આરટીઓ અને પોલીસના સહયોગથી સઘન સી.ઓ. ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન નિયમોનો ભંગ કરતા કુલ 88 વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા, જ્યારે 266 વાહનચાલકોને મેમો ફટકારી રૂ. 2,43,500નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ કાર્યવાહી

વડોદરા એસ.ટી. વિભાગની સુરક્ષા શાખા, વડોદરા આરટીઓ તથા પોલીસ દ્વારા ગત ડિસેમ્બર મહિનામાં સંયુક્ત રીતે આ ચેકિંગ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. આ અંતર્ગત વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

55 વાહનો ડીટેઈન

ચેકિંગ દરમિયાન પરમિટનો ભંગ કરી પેસેન્જરોનું ગેરકાયદે વહન કરતા તેમજ અન્ય નિયમોનું ઉલ્લંઘન કરતા 55 વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા. સાથે જ 154 વાહનચાલકોને મેમો આપી રૂ. 1.78 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

112 વાહનચાલકોને આરટીઓ અને પોલીસ દ્વારા મેમો અપાયો

આ ઉપરાંત, એસ.ટી. ડેપો આસપાસ નો પાર્કિંગ ઝોનમાં વાહનો ઉભા રાખનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન 33 વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા, જ્યારે 112 વાહનચાલકોને આરટીઓ અને પોલીસ દ્વારા મેમો ફટકારવામાં આવ્યા હતા. નો પાર્કિંગ ઝોનના ભંગ બદલ કુલ રૂ. 65,500નો દંડ વસૂલવામાં આવ્યો હતો.


આ પણ વાંચો----  Surendranagar જમીન કૌંભાડમાં તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલના 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર