android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara : પ્રદૂષણ ઘટાડવા પાલિકા એક્શન મોડમાં, શહેરની એલઇડી સ્ક્રીન પર દર્શાવાઇ રહ્યા છે AQI ડેટા

calendar_todayFebruary 5, 2026

Vadodara : પ્રદૂષણ ઘટાડવા પાલિકા એક્શન મોડમાં, શહેરની એલઇડી સ્ક્રીન પર દર્શાવાઇ રહ્યા છે AQI ડેટા

ગુજરાત પણ હવે પ્રદુષણ મામલે દિલ્હીની બરોબરી કરવા તરફ જઈ રહ્યું છે. રાજ્યના શહેરો સહીત વડોદરાની હવા ગંભીર રીતે પ્રદૂષિત થતા પાલિકા એક્શનમાં આવી છે.

રાજ્યમાં પણ હવે પ્રદૂષણ એક ગંભીર સમસ્યા

 રાજ્યમાં પણ હવે પ્રદૂષણ એક ગંભીર સમસ્યા બની રહ્યું છે અને માનવીના જીવન ના આયુષ્ય આ પ્રદુષણ ઘટાડી રહ્યું છે. શ્વાસ ના રોગો વધી રહ્યા છે. ત્યારે સમગ્ર રાજ્ ના મેટ્રો શહેર ની મનપાઓ પ્રદુષણ સામે લડવા એક્શનમાં હોવાનો દાવો કરે છે.

શહેરમાં લગાવેલી Led સ્ક્રીન પર હવે AQI ડેટા બતાવવા નું શરુ

વડોદરા મહાનગર પાલિકા એ લોકો ને જાગૃત કરવા શહેરમાં લગાવેલી Led સ્ક્રીન પર હવે AQI ડેટા બતાવવા નું શરુ કર્યું છે જેમાં શહેર ના દરેક વિસ્તાર ના આંકડા 200 થી 300 ની ઉપર જતો જોવા મળે છે.

પ્રદૂષણ ઘટાડવા એન્ટી સ્મોક ગનની ખરીદી કરાશે

મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પણ નવા બજેટમાં પ્રદૂષણ ઘટાડવા એન્ટી સ્મોક ગનની ખરીદી અને ક્લાઈમેટ કંટ્રોલ સેલ બનાવવાની જાહેરાત કરી છે.

સમસ્યાનું સમાધાન લાવવું એ તંત્રની જવાબદારી

પરંતુ નાગરિકો કહી રહ્યા છે કે ખતરો બતાવવો એ તંત્ર નું કામ નથી પણ સમસ્યાનું સમાધાન લાવવું એ તંત્ર ની જવાબદારી છે. વડોદરા માં પ્રદૂષણ વધી જાય એ જ પાલિકાની નિષ્ફળતા છે. હવે પ્રદૂષણ ઘટાડવું એ ફક્ત પ્રજાના નાણાંનો વેડફાટ છે .


આ પણ વાંચો-----   Gandhinagar : કેન્દ્રિય બજેટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન, ડબલ એન્જિન સરકાર ડબલ વેગથી વિક્સિત ભારત માટે ગુજરાત લીડ લેશે