android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara News : વડોદરામાં 13 વર્ષની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના, નરાધમોએ 4 કલાક સુધી સગીરાને ગોંધી રાખી

calendar_todayJanuary 9, 2026

Vadodara News : વડોદરામાં 13 વર્ષની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના, નરાધમોએ 4 કલાક સુધી સગીરાને ગોંધી રાખી

બે નરાધમોએ સગીરાને મકાનમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યુ છે અને ચાર કલાક સુધી સગીરાને ગોંધી રાખી દુષ્કર્મ કર્યું, નવાયાર્ડ વિસ્તારમાં બની ઘટના અને સગીરા સવારે ઘરેથી નિકળી ચાર કલાક ગુમ રહી હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં બન્ને આરોપીઓને ઝડપ્યા છે, આરોપીઓને કડક સજાની પીડિતાના પરિવારની માગ છે.

વડોદરામાં 13 વર્ષની કિશોરી સાથે સામુહિક દુષ્કર્મ

વડોદરામાં ફરી સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે જેમાં પીડિતાનાં સ્વજનોનો SSG હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો છે, બે નરાધમોએ એક મકાનમાં લઈ જઈને સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતુ અને ચાર કલાક સુધી સગીરાને ગોંધી રાખી હોવાની વાત સામે આવી છે, પોલીસે ગણતરીના કલાકોમાં 2 નરાધમોને ઝડપી પાડયા છે. જયારે નરાધમોએ સગીરાને મુકત કરી ત્યારબાદ સગીરાની પૂછપરછ તેના માતા-પિતાએ કરી હતી અને તેમાં સામે આવ્યું કે સગીરા સાથે દુષ્કર્મ થયું હતુ.

સગીરાને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ ખસેડાઈ

તો ઘટનાની જાણ થતાની સાથે પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે, આરોપીઓને લઈ પોલીસ રિ-કન્ટ્રકશન પણ કરી શકે છે, તો સગીરાને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ ખસેડી છે, સગીરાના પિતાનું કહેવું છે કે, જે મારી દીકરી સાથે થયું તેવું બીજી દીકરી સાથે ના થવું જોઈએ અને આરોપીને ફાંસીની સજા આવે તેવી માગ પણ પરિજનોએ ઉચ્ચારી છે.


આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલે 2 કરોડની ફી વાલીઓને કરવી પડશે પરત, FRCએ નક્કી કરેલી ફી કરતા લેતા હતા વધુ ફી