android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara News: રવિવારની પિકનિક માતમમાં ફેરવાઈ, લાછનપુરા મહીસાગર નદીમાં 20 વર્ષીય યુવાન ગરકાવ

calendar_todayMarch 29, 2026

Vadodara News: રવિવારની પિકનિક માતમમાં ફેરવાઈ, લાછનપુરા મહીસાગર નદીમાં 20 વર્ષીય યુવાન ગરકાવ

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લાછનપુરા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં રવિવારની રજા માણવા ગયેલા યુવાનો માટે પિકનિક માતમમાં ફેરવાઈ ગઈ છે. નદીના ઊંડા પાણીમાં ન્હાવા પડેલો વડોદરાનો 20 વર્ષીય આશાસ્પદ યુવાન પાણીના પ્રવાહમાં તણાઈ જતાં ગરકાવ થયો છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને તરવૈયાઓની ટીમ દ્વારા નદીના પટમાં યુવકની શોધખોળ માટે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર ઘટના સ્થળે

વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતો નિલેશ પોકરે (ઉં.વ. 20) તેના ચાર મિત્રો સાથે લાછનપુરા મહીસાગર નદીના કિનારે ન્હાવા માટે આવ્યો હતો. ન્હાતી વખતે નિલેશ અચાનક ઊંડા પાણીના પ્રવાહમાં આવી જતાં ડૂબવા લાગ્યો હતો. મિત્રોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પાણીનો પ્રવાહ તેજ હોવાથી તે જોતજોતામાં આંખ ઓઝલ થઈ ગયો હતો. નિલેશ વડોદરામાં એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

મહીસાગર નદીના વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ

ઘટનાની જાણ થતાં જ સાવલી પોલીસ તંત્ર કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિક તરવૈયાઓની મદદથી નદીના ઊંડા પાણીમાં નિલેશની શોધખોળ શરૂ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેનો કોઈ પત્તો લાગ્યો નથી. ઉનાળાની શરૂઆતમાં નદીઓમાં ન્હાવા પડતા યુવાનો માટે આ ઘટના લાલબત્તી સમાન કિસ્સો છે. હાલમાં મહી નદીના કિનારે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે અને પરિવારજનોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો