android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara News : શિનોરમાં વકીલ પરિવાર પર હુમલો કરનાર 3 શખ્સોની ધરપકડ, 2 હજુ પણ ફરાર

calendar_todayJanuary 31, 2026

Vadodara News : શિનોરમાં વકીલ પરિવાર પર હુમલો કરનાર 3 શખ્સોની ધરપકડ, 2 હજુ પણ ફરાર

વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં વકીલ પરિવાર પર થયેલા જીવલેણ હુમલાના મામલે પોલીસે મોટી સફળતા મેળવી છે. પ્રાપ્ત વિગતો મુજબ, પાંચ વિધર્મી શખ્સોએ વકીલના પરિવાર પર અચાનક હિંસક હુમલો કર્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતા વડોદરા ગ્રામ્ય પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. પોલીસે આ હુમલામાં સામેલ પાંચ આરોપીઓ પૈકી ત્રણની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય બે હુમલાખોરો હજુ પણ પોલીસ પકડથી દૂર છે.

રક્ષકોની ધરપકડ

આ હિંસક ઘટના બાદ વકીલ પરિવારમાં ભયનો માહોલ હોવાથી પોલીસ દ્વારા તેમના નિવાસસ્થાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે કે આ હુમલા પાછળનો મુખ્ય હેતુ શું હતો અને અન્ય કોઈ લોકોની સંડોવણી છે કે કેમ. ફરાર રહેલા બે આરોપીઓને પકડવા માટે પોલીસે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડવાનું શરૂ કર્યું છે. પોલીસે સ્થાનિકોને શાંતિ જાળવવા અપીલ કરી છે અને ખાતરી આપી છે કે કાયદો હાથમાં લેનાર કોઈ પણ શખ્સને છોડવામાં આવશે નહીં.

આ પણ વાંચો : Ahmedabad News : આ આંદોલન સરકાર સામે નહોતું, અસ્મિતા માટે હતું, કેસ પરત ખેંચાતા જયરાજસિંહનું મોટું નિવેદન