android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara News: ન્યૂ એરા સહિત 3 નામાંકિત શાળાઓને 201 કરોડની નોટિસ

calendar_todayJanuary 22, 2026

Vadodara News: ન્યૂ એરા સહિત 3 નામાંકિત શાળાઓને 201 કરોડની નોટિસ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરની ત્રણ જાણીતી શાળાઓ - ન્યૂ એરા, મહારાણી અને તેજસ વિદ્યાલયને અંદાજે 201 કરોડ રૂપિયાના બાકી ભાડા અંગે નોટિસ ફટકારવામાં આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. આ ગંભીર મુદ્દે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેરે સ્પષ્ટતા કરી છે કે, આ જમીનો પ્રથમવાર 30 વર્ષ માટે ભાડે આપવામાં આવી હતી અને વર્ષ 2008માં આ કોન્ટ્રાક્ટને રીન્યુ કરવામાં આવ્યો હતો. લાંબા સમયથી ભાડાની રકમ બાકી હોવાથી તંત્ર દ્વારા આ આકરું પગલું ભરવામાં આવ્યું છે.

ન્યુ એરા, મહારાણી અને તેજસ વિદ્યાલયને નોટિસ

સુરેશ તુવેરે મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે, પાલિકાની તપાસમાં શાળાઓને ફટકારવામાં આવેલી નોટિસ અને ભાડાની ગણતરી સંપૂર્ણપણે યોગ્ય સાબિત થઈ છે. જોકે, શાળાઓનું એવું કહેવું છે કે તેઓ વિદ્યાર્થીઓ પાસેથી ઓછી ફી વસૂલતા હોવાથી આટલી મોટી રકમ ભરવી મુશ્કેલ છે, પરંતુ તંત્ર આ દલીલ માનવા તૈયાર નથી. અધિકારીએ કડક શબ્દોમાં ચીમકી આપી છે કે જો શાળાઓ જલદી નાણાં નહીં ભરે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેરનું નિવેદન

મહત્વની વાત એ છે કે, વિદ્યાર્થીઓના અભ્યાસને કોઈ અસર ન થાય તે માટે પાલિકા શાળાના વર્ગખંડોને સીલ નહીં કરે. સુરેશ તુવેરે સ્પષ્ટ કર્યું છે કે વસૂલાત માટે શાળાઓની અન્ય મિલકતો અથવા વહીવટી ઓફિસો સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પાલિકાના આ કડક વલણને જોતા એવું લાગે છે કે શાળાઓએ હવે કરોડોની આ રકમ ભરવી પડશે અથવા કાયદાકીય લડાઈનો સામનો કરવો પડશે. આ નોટિસ બાદ શહેરની અન્ય ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો