android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara News: વિશ્વામિત્રી નદીને પહોળી કર્યા બાદ મગરની વસતી ગણતરી કરાઈ, 423થી વધુ મગરો જોવા મળ્યા

calendar_todayFebruary 11, 2026

Vadodara News: વિશ્વામિત્રી નદીને પહોળી કર્યા બાદ મગરની વસતી ગણતરી કરાઈ, 423થી વધુ મગરો જોવા મળ્યા

વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમા વખતો વખત મગરની વસ્તી ગણતરી કરવામાં આવે છે. ત્યારે શહેરમાં પૂરની પરિસ્થિતિ બાદ મગરની ગણતરી કરવામાં આવી હતી. જેમાં 423થી વધુ મગરો જોવા મળ્યા હતા.હાલમાં વિશ્વામિત્રી નદીને પહોળી કર્યા બાદ ફરીથી મગરની ગણતરી કરવામાં આવી હતી. જેમાં વહેલી સવારથી અને રાત્રિના સમયે શાળા 17 કિ.મીના નદીના પટમાં ટીમોને ઉતારી મગરની ગણતરી હાથ ધરી હતી.

વિશ્વામિત્રી નદીમાં મગરની વસતી ગણતરી

જે ગણતરી દરમિયાન 417 જેટલા મગર મળી આવ્યા હતા. મગરોની ગણતરી દરમિયાન એકથી ત્રણ મીટર અને ત્રણ મીટરથી વધુ લંબાઈ ધરાવતા મગરોની પણ અલગ ગણતરી કરવામાં આવી હતી.નરહરી હોસ્પિટલથી કાલાઘોડા સુધીના નદીના પટમાં સૌથી વધુ 118 મગર જોવા મળ્યા હતા જેની સવિશેષ નોંધ કરવામાં આવી હતી.આવી જગ્યાઓ ઉપર મગર જોવા સહેલણીઓ માટે અલગ વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવે તેવી એમએસ યુનિવર્સિટીના જીયોલોજિસ્ટ રણજીત દેવકરનું માનવું છે.


આ પણ વાંચોઃ Gujarat News: અનાજ પણ પૈસાની જેમ ATMથી મળશે, સાબરમતીમાં અનાજ ATM શરૂ થશે