calendar_todayJanuary 30, 2026
Vadodara News: વિદ્યાર્થિનીએ પોતાની બચતમાંથી 50 હજાર રૂપિયા શહિદોના પરિવારોને મોકલ્યા
વડોદરા શહેરમાં રહેતી એક યુવતીએ ભારતીય સેનાના સૈનિકો પ્રત્યે અનોખો ભાવ છે.વિધિ જાદવ નામક આ યુવતી પ્રસંગોપાત પોતાના પોકેટમની,લોક સહયોગથી શાહિદ સૈનિકોના પરિવારોને મદદ કરતી રહે છે. હાલમાં જ જમ્મુ કાશ્મીરના ડોડા ખાતે માર્ગ અકસ્માતમાં અવસાન પામેલા ૧૦ સૈનિકોના પરિવારોને રૂ. ૫૦ હજારની સહાય મોકલી છે.હાલમાં અભ્યાસ કરતી આ સહાય પોતાની અંગત બચતમાંથી મોકલી છે.
આને કહેવાય સાચી દેશભક્તિ
તારીખ ૨૩ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લાના ચંબા આંતરરાજ્ય માર્ગ પર ૯૦૦૦ ફૂટ ઊંચા પહાડી વિસ્તાર પર આંતકવાદી વિરોધી કાર્યવાહી માટે આપણાં દેશની સેનાનું એક વાહન જઈ રહ્યું હતું જે ઊંડી ખીણમાં પડી જતા દેશના ૧૦ વીર સૈનિકો શહીદ થયાં હતા. આ શહીદ થયેલા જવાનો ના તમામ પરિવારોને વિધિ જાદવે સાંત્વના પાઠવતો પત્ર તેમજ આ દરેક શહીદ પરિવારને રુ ૫૦૦૦ મોકલી આપ્યા છે.
પરિવારજનોને પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી
તારીખ ૩૦ જાન્યુઆરી એટલે દેશભરમાં શહીદ દિન તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ એટલે માત્ર ઉજવણી માટે નહીં પરંતુ દેશભક્તિ અને બલિદાનના સર્વોચ્ચ આદર્શોને નમન કરવાનો અવસર, આપણાં દેશના વીર શહીદોની બહાદુરી અને બલિદાનને સલામ કરવાનો અવસર છે જે આ વિધિ જાદવએ ખરા અર્થમાં ચરિતાર્થ કરીને આપણા દેશના શહીદો અને તેમના પરિવારજનોને પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.
આ પણ વાંચોઃ Sabarkantha: ગાંભોઈ હાઈવે પર કાપડની ફેક્ટરીમાં ભીષણ આગ, આકાશમાં ધુમાડાના ગોટેગોટા