android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara News : વડોદરામાં નવા વર્ષની શરૂઆતમાં 550 નબીરા પોલીસના મહેમાન બન્યા, અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા ગુનો

calendar_todayJanuary 1, 2026

Vadodara News : વડોદરામાં નવા વર્ષની શરૂઆતમાં 550 નબીરા પોલીસના મહેમાન બન્યા, અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા ગુનો

શહેર અને જિલ્લામાં છેલ્લા સપ્તાહમાં વાહન ચેકિંગમાં પોલીસે ૧૬૫૫ પીધેલા શખસોને ઝડપી લીધા હતા. ૨૦૨૫ના છેલ્લા દિવસે પોલીસ દ્વારા બેથ એનલાઈઝરથી વિવિધ સ્થળે ચેકિંગ યથાવત્ રાખવામાં આવ્યું હતું. જિલ્લામાં વર્ષ ૨૦૨૫ને વિદાય અને નવા વર્ષ ૨૦૨૬ના વેલકમ માટે વિવિધ રિસોર્ટ, ફાર્મહાઉસ અને પાર્ટી પ્લોટમાં ન્યૂયર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

યંગસ્ટર્સે પાર્ટીમાં ડી.જે.ને તાલે ડાન્સ કર્યો હતો

જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ LCB અને SOGની ટીમ અને સ્થાનિક પોલીસને સાથે રાખી વિવિધ સ્થળે સઘન ચેકિંગ હાથધયું હતું. જિલ્લાના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોલીસ ખાતે પોલીસના ધાડા ઊમટી પડયાં હતાં. બીજી તરફ, વડોદરા તાલુકા પોલીસની હદના સેવાસી વિસ્તારમાં યોજાયેલી પાર્ટીમાંથી શહેર પોલીસની હદમાં પ્રવેશતા વાહન ચાલકોની તપાસ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા વાહન ચેકિંગ સાથે શંકાસ્પદ લોકોનું બેથ એનલાઈઝર દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને પીધેલા ૧૬૦૦થી વધુ લોકોને ઝડપી લીધા હતા.

પોલીસના નવા આધુનિક યંત્ર જૂના યંત્ર કરતાં વેગળા

૩૧મી ડિસેમ્બરને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે પોલીસ તંત્રને નવા બ્રેથ એનલાઈઝર ફાળવ્યા છે. આ આધુનિક યંત્ર જૂના યંત્ર કરતા વેગળા છે. જૂના બ્રેથ એનલાઈઝરમાં એક પાઈપ હતી જેમાં વ્યકિત દ્વારા ફૂંક મારવામાં આવતી હતી. જો વ્યક્તિએ દારૂનો નશો કર્યો હોય તો આલ્કોહોલ લીધો છે તેવું યંત્રમાં દર્શાવાતું હતું. નવું યંત્ર આધુનિક છે જે યંત્ર લાઈટ બેટન વિથ બ્રેથ એનલાઈઝર તરીકે ઓળખાય છે. જેમાં પાઈપ નથી, વ્યક્તિએ યંત્રના પાસે ફૂંક મારવાની હોય છે સેન્સરથી આ ફૂંકનું એનાલિસીસ થાય છે અને જો આલ્કોહોલ લીધો હોય તો તુરંત સિગ્નલ મળે છે. શહેરભરની પોલીસે ૩૧મી ડિસેમ્બરની રાતે ૫૦૦થી વધુ બ્રેથ એનલાઈઝરથી ચેકિંગ કર્યુ હતું.