android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara News: કોટંબીમાં વિદેશી દારૂની 66,432 બોટલ સાથે 4 ઝડપાયા, 1,28,85,552નો મુદ્દામાલ જપ્ત

calendar_todayOctober 26, 2026

Vadodara News: કોટંબીમાં વિદેશી દારૂની 66,432 બોટલ સાથે 4 ઝડપાયા, 1,28,85,552નો મુદ્દામાલ જપ્ત

ગુજરાતમાં દારૂબંધીના કાયદાને કડક બનાવવા માટે પોલીસ સતત સક્રિય છે, ત્યારે વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. વડોદરા તાલુકાના કોટંબી ગામે આવેલા શાહ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક 3માં આવેલા એક ગોડાઉન પર પોલીસે અચાનક દરોડો પાડીને કરોડો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીથી બૂટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

1,490 પેટીઓમાંથી મળી આવી 66,432 બોટલો

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, કોટંબીમાં આવેલા 'સાંઈનાથ એન્ટરપ્રાઇઝ' નામના ગોડાઉનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. LCBની ટીમે દરોડો કરીને ગોડાઉનમાંથી વિદેશી દારૂની કુલ 1,490 પેટીઓ કબ્જે કરી છે. ગણતરી કરતા આ પેટીઓમાંથી વિદેશી દારૂની કુલ 66,432 બોટલો મળી આવી હતી, જેની બજાર કિંમત મસમોટી થાય છે.

રૂ. 1.28 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત, 5 આરોપીઓ ઝડપાયા

આ દરોડા દરમિયાન પોલીસે દારૂના જથ્થા ઉપરાંત એક કાર તેમજ આશરે 56 હજાર રૂપિયાની કિંમતના 7 જેટલા મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 1,28,85,552 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સ્થળ પરથી પોલીસે રાજસ્થાનના 4 શખ્સો અને હરિયાણાના સુમીત સહિત કુલ 5 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

Vadodara News: Foreign Liquor Worth Rs 1.28 Crore Seized from Kotambi Industrial Park, 5 Arrested

મહારાષ્ટ્રથી મંગાવ્યો હતો દારૂ, અન્ય વોન્ટેડની શોધખોળ

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે, આ વિદેશી દારૂનો જથ્થો મહારાષ્ટ્રના પ્રધાનજી નામના શખ્સ પાસેથી મંગાવવામાં આવ્યો હતો. આંતરરાજ્ય સ્તરે ફેલાયેલા આ દારૂના નેટવર્કના તાર ક્યાં-ક્યાં જોડાયેલા છે તે અંગે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. તેમજ આ રેકેટમાં સંડોવાયેલા અન્ય વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો: Vadodaraના બાજવામાં મહિલાનું શંકાસ્પદ મોત: સાસરિયાઓ સામે માનસિક ત્રાસના ગંભીર આક્ષેપો