android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara News : કરોડપતિ ASI લક્ષ્મી દેસાઇની ધરપકડ કેસમાં કાર્યવાહી, જાણો કમિશ્નરે શું લીધો નિર્ણય

calendar_todayFebruary 3, 2026

Vadodara News : કરોડપતિ ASI લક્ષ્મી દેસાઇની ધરપકડ કેસમાં કાર્યવાહી, જાણો કમિશ્નરે શું લીધો નિર્ણય

વડોદરા શહેરના રૂપિયા 47 લાખના હેરોઈન કેસમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ના એએસઆઈ (ASI) લક્ષ્મી દેસાઈની સંડોવણી ખુલતા ખળભળાટ મચી ગયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ પુરાવાઓના આધારે ધરપકડ કર્યા બાદ આજે કોર્ટે આરોપી ASI ના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેસમાં એસઓજીના પીઆઈ શૈલેષ રાતડાને લીવ રિઝર્વમાં મુકવામાં આવ્યા છે. જ્યારે વાડીના પીઆઈ જે.આર.ગામિતને એસઓજીમાં મુકવામાં આવ્યા છે.

SOGના PI શૈલેષ રાતડાને લીવ રિઝર્વમાં મુકાયા

વડોદરા SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) માં ફરજ બજાવતા ASI લક્ષ્મી દેસાઈની સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા નાર્કોટિક્સ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. નિવૃત્તિને આડે માત્ર 5 મહિના બાકી હતા ત્યારે જ હેરોઈનની હેરાફેરીમાં પોલીસની સંડોવણી ખુલતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ હતી. આ કેસમાં શંકાસ્પદ પ્રવૃત્તિને લઈ પોલીસ કમિશનર દ્વારા નિર્ણય લેવાયો છે. SOGના PI શૈલેષ રાતડાને લીવ રિઝર્વમાં મુકાયા છે.વાડીના PI જે.આર.ગામિતને SOGમાં મુકાયા છે.

47 લાખના હેરોઇન કેસમાં ચાલી રહી છે તપાસ

સ્ટેટ મોનિટરિંગ સેલે ટેકનિકલ સર્વેલન્સ અને આરોપી સપ્લાયરોની પૂછપરછના આધારે મજબૂત કડીઓ મેળવી હતી. લક્ષ્મી દેસાઈ અને ડ્રગ્સ માફિયાઓ વચ્ચેના આર્થિક વ્યવહારો અને સંપર્કોની વિગતો પણ પોલીસના હાથમાં આવી છે.રિમાન્ડ દરમિયાન આ રેકેટમાં અન્ય કોઈ પોલીસ અધિકારી કે મોટા માથાઓ સામેલ છે કે કેમ તેની વિગતો બહાર આવવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ Bhuj એરપોર્ટ પર મોટી હોનારત ટળી, એર ઇન્ડિયાના વિમાનનું 3 નિષ્ફળ પ્રયાસ બાદ ચોથા રાઉન્ડે સુરક્ષિત લેન્ડિંગ