android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara News: ગાડીના માલિકને લાફો મારવો ભારે પડ્યો, પોલીસ કમિશ્નરે PSIની કંટ્રોલ રૂમમાં બદલી કરી

calendar_todayJune 19, 2026

Vadodara News: ગાડીના માલિકને લાફો મારવો ભારે પડ્યો, પોલીસ કમિશ્નરે PSIની કંટ્રોલ રૂમમાં બદલી કરી

વડોદરા શહેરમાં ટ્રાફિકની કામગીરી દરમિયાન ફરજ પર રહેલા એક PSI દ્વારા નાગરીકો સાથે દાદાગીરી કરી હોવાની ઘટના સામે આવી હતી. શહેરના સમા વિસ્તારમાં બનેલી આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. પોલીસે ચેકિંગના બહાને એક ગાડીને રોકી હતી. આ દરમિયાન ગાડીના ચાલકની દલીલો સામે ટ્રાફિકના પીએસઆઈ ઉશ્કેરાઈ ગયા હતાં અને કાર ચાલકને લાફા માર્યા હતાં. આ સમગ્ર મામલો શહેર પોલીસ કમિશનર સુધી પહોંચ્યો હતો અને આખરે તેમને પીએસઆઈ સામે પગલાં લીધા હતાં.  

ગાડીના માલિકને જાહેરમાં લાફા ફટકાર્યા

વડોદરા શહેરના સમા વિસ્તારમાં ગાજરાવાડીથી રણોલી તરફ સામાન લઈને એક ગાડી પસાર થઈ રહી હતી. આ દરમિયાન ટ્રાફિક પોલીસે આ ગાડીને અટકાવી હતી. પોલીસે ગાડીના ચાલક પાસે ગાડીના કાગળો માંગ્યા હતાં અને નિયમો બાબતે તપાસ શરૂ કરી હતી. પોલીસે ગાડી ડિટેન કરવાની કાર્યવાહી કરતાંની સાથે જ ચાલકે તેના માલિકને ફોન કરીને બોલાવ્યા હતાં. માલિકે ઘટના સ્થળે પહોંચીને પોલીસને ગાડી ડીટેન નહીં કરવા આજીજી કરી હતી. આ દરમિયાન ફરજ પર રહેલા પીએસઆઈ માલીવાડ ઉશ્કેરાઈ ગયા હતાં. તેમણે પોતાની ફરજ મર્યાદા ઓળંગીને ગાડીના માલિકને જાહેરમાં લાફા ફટકાર્યા હતાં. 

સમગ્ર મામલે ACP કક્ષાએ તપાસ સોંપાઈ

આ સમગ્ર મામલો શહેર પોલીસ કમિશનર સુધી પહોંચ્યો હતો. પોલીસ કમિશ્નરે તપાસ બાદ પીએસઆઈ કે એલ માલિવાડ સામે કાર્યવાહી કરી હતી. તેમની દાદાગીરીનો વીડિયો વાયરલ થયા બાદ તેમને ટ્રાફિકમાંથી સીધા જ કંટ્રોલ રૂમમાં ટ્રાન્સફર કરી દેવાયા હતાં. આ સમગ્ર મામલે એસીપી કક્ષાએ તપાસ સોંપવામાં આવી છે. વાહનના નિયમ ભંગ બદલ યુવક રોકાયો હતો. બોલાચાલી દરમિયાન પીએસઆઈ ઉશ્કેરાયા હતાં.  

આ પણ વાંચોઃ Gandhinagar News: રાજ્યના 51.25 લાખ ખેડૂતોને PM કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળશે