calendar_todayJanuary 30, 2026
Vadodara News: વડોદરામાં SIRની કામગીરીનો નવો વિવાદ, ચૂંટણી લડતા ઉમેદવારને જ નોટિસ ફટકારી
વડોદરામાં SIRની કામગીરીનો નવો વિવાદ સામે આવ્યો છે. ચૂંટણી લડતા ઉમેદવારને જ નોટીસ ફટકારવામાં આવી છે. સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસને નોટીસ ફટકારાઈ છે. તેમણે ત્રણ વખત મનપાની ચૂંટણીમાં ઉમેદવારી કરી છે. પિતાની ઉંમર તેમના કરતાં 50 વર્ષ વધુ હોવાથી નોટીસ ફટકારાઈ છે.
વડોદરામાં SIRની કામગીરીનો નવો વિવાદ
આ અંગે ઉમેદવાર સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે, સરકાર અવાજ ઉઠાવનારને ડામવા માંગે છે. આજે બીએલઓ ત્રાસી ગયાં છે. હવે બીએલઓ મરશે તો સરકારને જવાબ આપવો ભારે પડશે. નેતાઓ નહીં સામાન્ય લોકો પણ પરેશાન છે. SIRના નામે લોકોની હેરાનગતિ બંધ કરો.