android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara: બ્યુટી પાર્લરની આડમાં ચાલતું હતું દારૂનું વેચાણ, PCBની રેડમાં લાખોનો મુદ્દામાલ જપ્ત

calendar_todayFebruary 23, 2026

Vadodara: બ્યુટી પાર્લરની આડમાં ચાલતું હતું દારૂનું વેચાણ, PCBની રેડમાં લાખોનો મુદ્દામાલ જપ્ત

સંસ્કારી નગરી વડોદરામાં દારૂબંધીના અમલ વચ્ચે બુટલેગરો અવનવા નુસખાઓ અજમાવી રહ્યા છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો કિશનવાડી વિસ્તારમાં સામે આવ્યો છે, જ્યાં એક બુટલેગરે બ્યુટી પાર્લર જેવી દુકાનને પોતાનો અડ્ડો બનાવ્યો હતો. જોકે, વડોદરા પીસીબીની સતર્કતાને કારણે આ ભેજાબાજ બુટલેગરનો પ્લાન નિષ્ફળ ગયો છે.

બ્યુટી પાર્લરમાં દારૂનો જથ્થો

મળતી માહિતી મુજબ, પરસોત્તમ નગરમાં હિતેશ જયસ્વાલ નામનો બુટલેગર બ્યુટી પાર્લરની દુકાનની આડમાં વિદેશી દારૂનો વેપાર કરતો હતો. પોલીસને અંધારામાં રાખવા માટે તેણે દુકાનની અંદર પીઓપી (POP) ના સીલિંગમાં દારૂ છુપાવવા માટેની ખાસ જગ્યા બનાવી હતી. પોલીસ જ્યારે તપાસ કરવા ગઈ ત્યારે પ્રથમ દ્રષ્ટિએ કંઈ ન મળ્યું, પરંતુ ઝીણવટભરી તપાસમાં POP માં સંતાડેલો દારૂ મળી આવ્યો હતો.

કાયદેસરની કાર્યવાહી

પીસીબીએ સ્થળ પરથી આશરે ₹2 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો છે અને આરોપી હિતેશ જયસ્વાલની ધરપકડ કરી છે. આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની સાથે અન્ય કેટલા લોકો જોડાયેલા છે, તે અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Talala: જમીન વિવાદમાં લોહિયાળ ખેલ મામલે 4 આરોપીઓ જેલના સળિયા પાછળ, 6 શંકાસ્પદોની પૂછપરછ