android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara: દસ્તાવેજોની બોગસ ફાઇલો બનાવીને SBI બેંકમાંથી 1.97 કરોડની હોમ લોન મેળવવાના કેસમાં ફરાર મહિલા ઝડપાઇ

calendar_todayJanuary 3, 2026

Vadodara: દસ્તાવેજોની બોગસ ફાઇલો બનાવીને SBI બેંકમાંથી 1.97 કરોડની હોમ લોન મેળવવાના કેસમાં ફરાર મહિલા ઝડપાઇ

ખોટા દસ્તાવેજોના આધારે એસબીઆઇ બેંકમાંથી 1.97 કરોડથી વધુ રુપિયાની હોમ લોનો મેળવી ઠગાઇ કરવાના કેસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ફરાર મહિલા આરોપીને ઝડપી લીધી છે.

શંપા મહિરી ચેટર્જી સામે ગુનો નોંધાયો હતો

ગોરવા પોલીસ સ્ટેશનમાં ગત ઓગષ્ટ માસમાં મહિલા આરોપી શંપા મહિરી ચેટર્જી સામે ગુનો નોંધાયો હતો જેમાં જણાવાયું હતું કે આરોપીઓએ કાવતરું રચીને શંપા ચેટર્જી તથા અન્ય પાંચ આરોપીઓએ હોમ લોન મેળવવા તેમણે દર્શાવેલ નોકરીના સ્થળે કંપનીમાં નોકરી ના કરતા હોવા છતાં અન્ય ત્ણ આરોપીઓના મેળાપીપણામાં લોન મેળવી હતી.

 બોગસ ફાઇલ તૈયાર કરીને એસબીઆઇમાં રજૂ કરાઇ

ત્રણ આરોપીઓએ લોન ધારકો એટલે કે આરોપીઓ પાસેથી પણ કમિશન પેટે 170500 જેટલી રકમ મેળવી હતી તથા લોન ધારકોના નામના ખોટા આઇ કાર્ડ, એપોઇન્ટમેન્ટ લેટર તથા સેલરી સ્લીપો અને ફોર્મ 16 તથા અલગ અલગ બેંકના બોગસ સ્ટેટમેન્ટો બનાવ્યા હતા અને આખી બોગસ ફાઇલ તૈયાર કરીને એસબીઆઇના બે એજન્ટને આપી હતી.

 19706800 રુપિયાની અલગ અલગ હોમ લોન મેળવાઇ

એસબીઆઇના બે એજન્ટોએ આ ફાઇલો ઇલોરાપાર્કની એસબીઆઇ બ્રાન્ચમાં રજૂ કરી હતી અને તે દસ્તાવેજ કે.પ્રવિણચન્દ્ર એન્ડ એસોસિએટ્સ નામની પેઢી તથા તેના પાંચ ફિલ્ડ એક્ઝીક્યુટીવો દ્વારા હોમ લોન ધારકોના નોકરી તથા રહેણાંક સ્થળના વેરીફિકેશન કરી ખોટું જોબ કન્ફર્મ કરી એસબીઆઇ બેંકના અધિકારીઓને વિશ્વાસમાં લીધા હતા અને 19706800 રુપિયાની અલગ અલગ હોમ લોન મેળવાઇ હતી આ કેસમાં 16 આરોપીઓ સામે ગુનો નોંધેયેલો હતો.

પોલીસે શંપા મહિર ચેટર્જીની ધરપકડ કરી

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં ફરાર શંપા મહિર ચેટર્જી (રહે, હરીઓમનગર સોસા, બીલ)ને ઝડપી લીધી હતી અને સમગ્ર મામલે ઉંડી તપાસ શરુ કરી હતી. 


આ પણ વાંચો----   Breaking News: વેનેઝુએલા પર મોટો હુમલો, રાજધાની કારાકાસમાં અનેક સ્થળો પર વિસ્ફોટ