android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara : સુમનદીપ વિદ્યાપીઠ સામે પાન મસાલાના ગલ્લાની આડમાં ગાંજાનો ધંધો, SOGએ મહિલાને ઝડપી પાડી

calendar_todaySeptember 4, 2026

Vadodara : સુમનદીપ વિદ્યાપીઠ સામે પાન મસાલાના ગલ્લાની આડમાં ગાંજાનો ધંધો, SOGએ મહિલાને ઝડપી પાડી

વડોદરા જિલ્લાના વાઘોડિયા વિસ્તારમાં નશાકારક પદાર્થના વેચાણ સામે વડોદરા ગ્રામ્ય SOG પોલીસે કાર્યવાહી કરી છે. વાઘોડિયાની સુમનદીપ વિદ્યાપીઠ સામે પાન મસાલાના ગલ્લાની આડમાં ગાંજાનું વેચાણ કરતી હોવાના આરોપસર એક મહિલાને ઝડપી પાડવામાં આવી છે. પોલીસને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પાનના ગલ્લામાં ગાંજાનું વેચાણ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પાન મસાલાની લારી-ગલ્લામાં નશાકારક ગાંજો સંતાડીને તેનું વેચાણ કરવામાં આવતું હતું. બાતમીના આધારે SOG પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને કાર્યવાહી દરમિયાન શાંતાબેન નાગજીભાઈ પરમારને ઝડપી પાડી હતી.

શૈક્ષણિક સંસ્થા નજીક જ નશાકારક પદાર્થનું વેચાણ

સુમનદીપ વિદ્યાપીઠ સામે આવેલી પાન મસાલાની લારી-ગલ્લામાં સામાન્ય વેપારની આડમાં ગાંજાનું વેચાણ થતું હોવાનો આરોપ સામે આવ્યો છે. શૈક્ષણિક સંસ્થા નજીક જ નશાકારક પદાર્થનું વેચાણ થતું હોવાની વિગતો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચા જાગી છે.

SOGને બાતમી મળતા કાર્યવાહી

વડોદરા ગ્રામ્ય SOG પોલીસને ચોક્કસ બાતમી મળ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે ગલ્લામાં તપાસ કરતાં ગાંજો સંતાડીને વેચાણ કરવાની પ્રવૃત્તિ અંગે વિગતો સામે આવી હોવાનું જાણવા મળ્યું છે.

પીપળીયા ગામની રહેવાસી મહિલા

ઝડપાયેલી મહિલા નજીક આવેલા પીપળીયા ગામમાં રામદેવપીરવાળા ફળિયામાં પરમારવાસ ખાતે રહેતી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મહિલાને વધુ તપાસ અર્થે વાઘોડિયા પોલીસ સ્ટેશન લાવવામાં આવી છે.

પોલીસ તપાસ શરુ

પોલીસ હવે ગાંજો ક્યાંથી લાવવામાં આવતો હતો, કોને વેચવામાં આવતો હતો અને આ પ્રવૃત્તિમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે સહિતના મુદ્દે વધુ તપાસ હાથ ધરી રહી છે. 


આ પણ વાંચો   :    Supreme Courtનો મોટો નિર્ણય, દારૂ તસ્કરીમાં જપ્ત વાહન વર્ષો સુધી સડશે નહીં, 15 લાખની શરતે ટ્રક છોડવાનો આદેશ