android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vadodara: બુલેટ સવાર વિદ્યાર્થી પાસે ‘તોડ’ કરનાર ટ્રાફિક કોન્સ્ટેબલ અને TRB જવાન સામે લાલ આંખ

calendar_todayJanuary 24, 2026

Vadodara: બુલેટ સવાર વિદ્યાર્થી પાસે ‘તોડ’ કરનાર ટ્રાફિક કોન્સ્ટેબલ અને TRB જવાન સામે લાલ આંખ

ગઈ તારીખ 22 ના રોજ વડોદરાની પ્રસિદ્ધ એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી જગદીશ તિવારી પોતાનું બુલેટ લઈને પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન ફરજ પર તૈનાત ટ્રાફિક કોન્સ્ટેબલ કિરણ જોગદિયા અને TRB જવાન યશપાલ સિંધાએ તેને અટકાવ્યો હતો. પોલીસકર્મીઓએ બુલેટના સાયલેન્સર બાબતે નિયમોનું ઉલ્લંઘન હોવાનું જણાવી વિદ્યાર્થીને કાયદાકીય કાર્યવાહીની ધમકી આપી હતી.

3000 પડાવ્યા અને ખોટો મેમો આપ્યો

વિદ્યાર્થીને ડરાવી-ધમકાવીને આ બંને પોલીસકર્મીઓએ તેની પાસેથી ₹3,000 ની રોકડ રકમ પડાવી લીધી હતી. આટલેથી ન અટકતા, પોતાની કામગીરી કાયદેસર બતાવવા માટે તેમણે વિદ્યાર્થીના નામે ₹500 નો ખોટો મેમો પણ જનરેટ કરી આપ્યો હતો. આ પ્રકારની ખુલ્લેઆમ ઉઘાડી લૂંટથી હેબતાઈ ગયેલા વિદ્યાર્થીએ હિંમત દાખવીને આ અન્યાય સામે અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું.

ઉચ્ચ અધિકારીઓની ત્વરિત તપાસ

જગદીશ તિવારીએ આ સમગ્ર મામલે ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓને પુરાવા સાથે ફરિયાદ કરી હતી. મામલાની ગંભીરતા જોતા DCP ટ્રાફિક ઋષિકેશ ઉપાધ્યાયએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. તપાસમાં પોલીસકર્મીઓ દોષિત જણાતા પોલીસ કમિશનરે શિસ્તભંગના કડક પગલાં લીધા છે.કોન્સ્ટેબલ કિરણ જોગદિયા તાત્કાલિક અસરથી હેડ ક્વાર્ટર ખાતે બદલી (લાઈન હાજર).TRB જવાન યશપાલ સિંધા સેવામાંથી કાયમી ધોરણે ફરજમુક્ત.

આ પણ વાંચો: ઈકબાલગઢ નેશનલ હાઈવે પર કાળ બનીને આવી ટ્રક, કારમાં સવાર 5 લોકોએ જીવ ગુમાવ્યા