android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vallabh vidyanagar : પેટલાદ કોલેજમાં સિલેક્શન ટ્રાયલનું આયોજન

calendar_todayOctober 22, 2026

Vallabh vidyanagar : પેટલાદ કોલેજમાં સિલેક્શન ટ્રાયલનું આયોજન

ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી, ડેસર સંલગ્ન વી.જે.પટેલ કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન મોગરી દ્વારા ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી વેઇટલિફ્ટિંગ તથા પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લેનાર યુનિવર્સિટી ટીમની પસંદગી માટે આર.કે પરીખ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ પેટલાદ ખાતે સિલેક્શન ટ્રાયલનું આયોજન કરવામાં આવ્યુ હતું. ટ્રાયલ દરમિયાન ખેલાડીઓની શારીરિક ક્ષમતા, રમતગમતની કુશળતા તથા પ્રદર્શનના આધારે આકરા ગુણવત્તાના ધોરણો સાથે ટીમ પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આર કે પરીખ કોલેજના સ્પોર્ટસ ડિરેક્ટર ડૉ.મહેન્દ્રસિંહ મંડોરા, ડિગ્રી કોલેજ ઓફ એજ્યુકેશનના ડૉ.સરદારસિંહ રાઠોડ, વનરાજસિંહ પઢિયાર ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો