calendar_todayOctober 22, 2026
Vallabh vidyanagar : SPયુનિવર્સિટીના 4 અધ્યાપકોએ વૈશ્વિક સંશોધનમાં ડંકો વગાડ્યો
સરદાર પટેલ યુનિવર્સિટીના ચાર પ્રાધ્યાપકોને સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અને વૈશ્વિક શૈક્ષણિક પ્રકાશન સંસ્થા એલ્સેવિયર દ્વારા જાહેર કરવામાં આવેલી વિશ્વના ટોચના 2 ટકા વૈજ્ઞાનિકોની યાદીમા વૈજ્ઞાનિકોના ઉત્કૃષ્ટ સંશોધન પત્રો, તેમના શૈક્ષણિક પ્રભાવ અને સંદર્ભોના આધારે મૂલ્યાંકન કરીને સ્થાન આપવામાં આવ્યું છે. ગૌરવપૂર્ણ સિદ્ધિમાં ભૌતિક શાસ્ત્ર વિભાગના પ્રો.ડૉ.સુનિલ ચાકી વર્ષ 2022 થી 2026 સુધી સતત પાંચમાં વર્ષે યાદીમાં સ્થાન જાળવ્યુ છે. તેઓ ભૌતિકશાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર અંતર્ગત એપ્લાઇડ ફિઝિક્સ ક્ષેત્રે સંશોધનકાર્ય કરી રહ્યા છે. ઉપરાંત ભૌતિક શાસ્ત્ર વિભાગના જ પ્રો.ડૉ.અરુણ આનંદે ઓપ્ટિક્સ પ્રકાશવિજ્ઞાન ક્ષેત્રે સમગ્ર કારકિર્દી દરમિયાન આપેલા ઉત્કૃષ્ટ પ્રદાનના આદારે વર્ષ 2023 થી 2026 સુધી પોતાનું સ્થાન અંકિત કર્યુ છે. રસાયણ શાસ્ત્ર વિભાગમાંથી પ્રો.ડૉ.પ્રજ્ઞેશ એન દવે કેમિકલ એન્જિનિયરિંગ અને સબંધિત ક્ષેત્રના ઉચ્ચસ્તરીય સંશોધનના આધારે વર્ષ 2022 થી 2026 સુધીના સમયગાળા માટેની યાદીમાં સ્થાન મેળવ્યુ છે. તેમજ ભૌતિકશાસ્ત્ર વિભાગના વડા પ્રોડૉ.મિલંદ પ્રભાકર દેશપાંડેએ પણ એપ્લાઇડ ફિઝિક્સના સંશોધનકાર્ય થકી વર્ષ 2025 અને 2026ની યાદીમાં સ્તાન મેળવી સરદાર પટેલ યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યુ છે. આ પ્રસંગે કુલપતિ ડૉ.નિરંજન પટેલે જણાવ્યુ હતું કે સરદાર પટેલ યુનિવર્સિટીના ચાર સમર્પિત પ્રાધ્યાપકોનું સ્ટેનફોર્ડ યુનિવર્સિટી જેવી વૈશ્વિક સંસ્થાની યાદીમાં સ્થાન પામવું એ સમગ્ર યુનિવર્સિટી અને ગુજરાતના ઉચ્ચશિક્ષણ જગત માટે ગૌરવની ક્ષણ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો