android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Valsad: પારડીમાં 11 વર્ષીય બાળકનું તળાવમાં ડૂબી જવાથી મોત, પોલીસે રહસ્ય ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા

calendar_todayFebruary 20, 2026

Valsad: પારડીમાં 11 વર્ષીય બાળકનું તળાવમાં ડૂબી જવાથી મોત, પોલીસે રહસ્ય ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા

વલસાડ જિલ્લાના પારડીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં 11 વર્ષના એક માસૂમ બાળકનું તળાવમાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને બાળકના મોત પાછળના કારણોને લઈને અનેક શંકા-કુશંકાઓ સેવાઈ રહી છે.

પારડીમાં બાળકનું ડૂબી જવાથી મોત

પ્રાપ્ત વિગતો અનુસાર, બાળક સવારે રાબેતા મુજબ શાળાએ જવા માટે ઘરેથી નીકળ્યો હતો. જોકે, સાંજ સુધી તે ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતાતુર બન્યા હતા અને તેની શોધખોળ શરૂ કરી હતી.પરિવારજનોને શોધખોળ દરમિયાન પારડી તળાવના કિનારેથી બાળકની સ્કૂલ બેગ અને ચપ્પલ મળી આવ્યા હતા.

બાળકના મોતને લઈને અનેક તર્ક-વિતર્ક

આ જોતા કોઈ અઘટિત ઘટના બની હોવાની આશંકાએ તુરંત ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે તળાવમાં ભારે જહેમત બાદ બાળકના મૃતદેહને બહાર કાઢ્યો હતો.બાળકના મોતને લઈને હાલ અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. આ અકસ્માત છે કે અન્ય કોઈ કારણ, તે અંગે રહસ્ય ઘેરાયું છે. પોલીસે આ મામલે ગુનો નોંધી, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને તમામ દિશાઓમાં તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Valsad : રોલા ગામે બે કાર વચ્ચે અકસ્માત, બંને કાર ચાલક વચ્ચે બોલાચાલી