android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Valsad News: તિથલ બીચ પર સગીરા સાથે ગેંગરેપ, ત્રણ સગીર આરોપીઓની અટકાયત

calendar_todayAugust 24, 2026

Valsad News: તિથલ બીચ પર સગીરા સાથે ગેંગરેપ, ત્રણ સગીર આરોપીઓની અટકાયત

દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત પ્રવાસન સ્થળ એવા વલસાડ તાલુકાના તિથલ દરિયાકિનારા નજીક એક અત્યંત ચોંકાવનારી અને શરમનાક ઘટના પ્રકાશમાં આવી છે. તિથલ બીચ પાસે એક સગીર વયની કિશોરી સાથે ગેંગરેપ આચરવામાં આવ્યો હોવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ બનાવની જાણ થતાં જ સ્થળ પર પહોંચેલી પોલીસે તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

એક વર્ષ જૂની ઓળખાણનો લાભ ઉઠાવી રાત્રે બોલાવી

પોલીસ તપાસમાં સામે આવેલી પ્રાથમિક વિગતો અનુસાર, ભોગ બનનાર પીડિતા અને ત્રણેય આરોપીઓ સગીર વયના છે. પીડિતા અને ત્રણ પૈકીનો એક સગીર આરોપી છેલ્લા 1 વર્ષથી એકબીજાના પરિચયમાં હતા. અગાઉથી ઓળખાણ હોવાના કારણે આરોપીએ સગીરાને રાત્રિના સમયે તિથલ દરિયાકિનારે મળવા માટે બોલાવી હતી. સગીરા તેના પર વિશ્વાસ મૂકીને મળવા પહોંચી હતી.

Valsad News: Minor Girl Gangraped at Tithal Beach; 3 Minors Detained by Police

ત્રણ સગીરોએ આચર્યું દુષ્કર્મ, પોલીસે કરી અટકાયત

દરિયાકિનારે સગીરા પહોંચ્યા બાદ ત્રણેય સગીર આરોપીઓએ તેની સાથે અમાનવીય કૃત્ય આચરી ગેંગરેપ કર્યો હતો. ઘટનાની જાણ પરિવારજનો અને પોલીસને થતાં જ વલસાડ પોલીસે ગુનો નોંધી ત્વરિત કાર્યવાહી કરી હતી. પોલીસે ગુનામાં સંડોવાયેલા ત્રણેય સગીર આરોપીઓની અટકાયત કરી લીધી છે અને કાનૂની જોગવાઈઓ મુજબ આગળની તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો - Valsad News: ગુજરાતમાં દારુ ભગવાન જેવો થઈ ગયો છે, જે બધે હાજર છે પણ પોલીસને દેખાતો નથી : તુષાર ચૌધરી