android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Valsad News: જિલ્લામાં એક માસમાં 14 પુરૂષ નસબંધીના ઓપરેશન કરાયા

calendar_todayJanuary 16, 2026

Valsad News: જિલ્લામાં એક માસમાં 14 પુરૂષ નસબંધીના ઓપરેશન કરાયા

વલસાડ જિલ્લામાં રાષ્ટ્રીય કુટંબ કલ્યાણ કાર્યક્રમમાં સમગ્ર કુટુંબની સુખાકારીની ભાવના સાથે કુટુંબ નિયોજન કાર્યક્રમ અમલમાં છે.જે વસ્તી સ્થિરતા માટે તથા સર્વાંગી વિકાસ માટે ખૂબ જ જરૂરી છે.જે અંતર્ગત કુટુંબ નિયોજનની વિવિધ પધ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે.મોટા ભાગે કુટંબમાં આ માટે સ્ત્રીઓને જવાબદારી આપવામાં આવતી હોય છે.જે ખરેખર તો પુરૂષ અને સ્ત્રીની સંયુક્ત ભાગીદારી હોવી જોઈએ.વસ્તી સ્થિરતા માટે મોટેભાગે સ્ત્રી ઓપરેશનની પધ્ધતિ પ્રચલિત છે. પરંતુ સરકારના અભિગમ મુજબ કુટંબની સુખાકારી માટે પુરૂષોની ભાગીદારી પણ વધે તે માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે.

પુરૂષ નસબંધી ઓપરેશનો કરવામાં આવ્યા

વલસાડ જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.કે.સિંઘ અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.પી.સિંઘના માર્ગદર્શન હેઠળ ગત ડિસેમ્બર મહિનામાં કુલ ૧૪ જેટલા પુરૂષ નસબંધી ઓપરેશનો કરવામાં આવ્યા છે.જેમાં ધરમપુર તાલુકાના સાત અને કપરાડા તાલુકાના સાત પુરૂષ ઓપરેશન કરવામાં આવ્યા છે.જે પ્રશંસનીય કામગીરી બદલ ધરમપુરના તાલુકા હેલ્થ ઓફિસર ડો.જિજ્ઞેશ માહલા અને કપરાડાના તાલુકા હેલ્થ ઓફિસર ડો.મહેશ પટેલ દ્વારા કર્મચારીઓને પ્રોત્સાહિત કરાયા હતા.

માજમાં પરિવર્તનનો સંદેશ આપવામાં આવ્યો

આરોગ્ય ખાતાના જિલ્લા માહિતી, શિક્ષણ અને પ્રસારણ અધિકારી પંકજભાઈ પટેલ તથા ધરમપુર તાલુકાના તાલુકા માહિતી, શિક્ષણ અને પ્રસારણ અધિકારી રાયલુભાઈ એસ. ગાંવિત સાથે સંકલન કરી વધુમાં વધુ પુરૂષો નસબંધી અપનાવે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે.એપ્રિલ 2025થી આજદિન સુધીમાં જિલ્લામાં 46 પુરૂષ ઓપરેશનો કરાવી સમાજમાં પરિવર્તનનો સંદેશ આપવામાં આવ્યો છે.


આ પણ વાંચોઃ Surat News: છૂટાછેડા પછી બાપા પૈસા ગણવા બેસે એ શરમજનક, સાંસદ રૂપાલાએ સમાજનું બંધારણ ઘડવા ભાર ભૂક્યો