android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Valsad News: જિલ્લામાં 28 ફેબ્રુઆરી સુધી આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે મેગા ડ્રાઈવ યોજાશે

calendar_todayFebruary 8, 2026

Valsad News: જિલ્લામાં 28 ફેબ્રુઆરી સુધી આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે મેગા ડ્રાઈવ યોજાશે

આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અંતર્ગત વલસાડ જિલ્લામાં એનએફએસએના કુલ ૧૦૬૨૯૭૪ લાભાર્થી છે, જેમાંથી ૭૭૮૨૪૪ લાભાર્થીના પીએમજેએવાય કાર્ડ બનાવવામાં આવ્યા છે. જ્યારે હજુ ૨૬૪૭૩૦ લાભાર્થીઓના કાર્ડ બનાવવાના બાકી હોય જિલ્લા કલેકટર ભવ્ય વર્મા અને જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અરવિંદકુમાર સિંહના નેતૃત્વમાં તા. ૯ થી ૨૮ ફેબ્રુઆરી સુધી મેગા ડ્રાઈવનું આયોજન કરાયુ છે. જેમાં આયુષ્યમાન કાર્ડ કઢાવવાના બાકી હોય તેવા લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવશે.

મેગા ડ્રાઈવનું માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું

આ બાબતે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા મેગા ડ્રાઈવનું માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે.આયુષ આરોગ્ય મંદિર (પેટા કેન્દ્ર)માં ફરજ બજાવતા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર દ્વારા હાઉસ ટૂ હાઉસ સર્વે કરી એનએફએસએના બાકી લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ બનાવી ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આ કામગીરીનું સઘન મોનીટરીંગ તાલુકા અને પીએચસી કક્ષાએથી કરવાનું રહેશે. જે માટે જિલ્લાના ૬ તાલુકાઓમાં મોનીટરીંગ માટે ટીમ બનાવવામાં આવી છે.કેમ્પના સ્થળે જે તે કર્મચારી દ્વારા કાર્ડ બનાવવામાં આવે છે તે કર્મચારીને BIS 2.0 પોર્ટલમાં કાર્ડ બનાવતા આવડે છે કે નહીં તેની તપાસ કરવાની રહેશે.


આ પણ વાંચોઃ Ahmedabad News: સધર્ન કમાન્ડના આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠની ગુજરાત મુલાકાત