android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Valsad News : વલસાડમાં જુગારની રેડમાં 41 શકુનીઓની પોલીસને હાથતાળી, ઝડપાયા માત્ર 2 આરોપી

calendar_todayMarch 9, 2026

Valsad News : વલસાડમાં જુગારની રેડમાં 41 શકુનીઓની પોલીસને હાથતાળી, ઝડપાયા માત્ર 2 આરોપી

વલસાડના બારોલીયામાં જુગારના અડ્ડા પર પોલીસે રેડ કરી હતી અને રેડ દરમિયાન પોલીસને જોઈ શકુનીઓ ભાગી ગયા હતા અને પોલીસ તેમને શોધવા લાગી પણ તેઓ ઝડપાયા ન હતી, વલસાડ જિલ્લાના ધરમપુરમા પોલીસની કાર્યવાહીમાં લોલમલોલ સામે આવી છે, પોલીસે આરોપીઓને ભગાડી દીધા કે શું તેને લઈ લોકચર્ચા ચાલી રહી છે.

ધરમપુર પોલીસે બારોલીયામાં જુગારના અડ્ડા પર છાપો માર્યો

વલસાડના ધરમપુરમાં ખુલ્લામાં ઝાડ નીચે જુગાર રમાતો હોવાની વાત પોલીસને મળી હતી અને ધરમપુર પોલીસ સ્થળ પર પહોંચી અને 41 જુગારીઓ પોલીસને હાથતાળી આપી ફરાર થઈ ગયા હતા, ધરમપુર પોલીસે ઘટના અથડાયા પરથી 5.77 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ કરી છે, રેડ દરમ્યાન મોટરસાયકલ તથા મોબાઇલ ફોન મુકી નાશી જનારા કુલ-41 અજાણ્યા ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે.

કોણ જુગાર રમાડતું હતુ તેની માહિતી પણ નહી

પોલોસે ગંજીપાના, 09 મોબાઈલ ફોન, ૩૩ મોટરસાયકલ તથા દાવ તેમજ અંગઝડતીના રોકડા રૂપિયા 10,460 જપ્ત કર્યા છે, આરોપીઓ હજી પણ પોલીસની પકડમાં આવ્યા નથી, ત્યારે ધરમપુર પોલીસ જો જુગારીઓને હજી નથી ઝડપી શકી તો શું સમજવું ! અને આ જુગાર કોણ રમાડતું હતુ તેની માહિતી પણ સામે આવી નથી.


આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદમાં નકલી પોલીસ બની હનીટ્રેપમાં લોકોને ફસાવરનાર વધુ 3 આરોપી ઝડપાયા, અગાઉ 3 આરોપી ઝડપાયા હતા