calendar_todayMay 13, 2026
Valsad News: પારડીમાં મકાનમાં લગાવેલા ACમાં ત્રણ સાપ ઘૂસ્યા, પરિવારમાં દોડધામ મચી, જુઓ Video
ગુજરાતમાં આકાશમાંથી અંગ દઝાડતી ગરમી પડી રહી છે. ગરમીને કારણે જનજીવનને મોટી અસર પહોંચી છે. આકરી ગરમીને લીધે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. ત્યારે વધી રહેલી ગરમીમાં અબોલા જીવ પણ ઠંડક મેળવવા મથી રહ્યા હોય તેવી ઘટના સામે આવી છે. વલસાડમાં એક મકાનમાં લગાવેલા ACમાંથી ત્રણ સાપ નીકળતાં પરિવારમાં દોડધામ મચી જવા પામી હતી.
વલસાડમાં ગરમીથી બચવા ACમાં ઘૂસ્યા ત્રણ સાપ
વલસાડના પારડીમાં રેલવે ફળિયા વિસ્તારમાં રહેતા એક પરિવારના મકાનમાં અચરજ પમાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. આ પરિવારે પોતાના ઘરમાં ઠંડક માટે AC લગાવ્યું હતું. આ ACમાં સાંપ દેખાતા પરિવારમાં દોડધામ મચી જવા પામી હતી. સાપનું રેસ્ક્યૂ કરવા માટે જીવદયા ટીમને બોલાવવામાં આવી હતી. જેણે AC મશીન ખોલીને ત્રણેય સાપનું રેસ્ક્યૂ કર્યું હતું. ત્રણ સાપ ACમાં કેવી રીતે ઘૂસ્યા તે અંગે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.
આ પણ વાંચોઃ Gandhinagar News: ગુજરાતના વહિવટી તંત્રમાં ધરખમ ફેરફાર, ગઈકાલે મોડી રાત્રે 72 IAS અધિકારીઓની બદલી