calendar_todayApril 23, 2026
Valsad News: ઉમરગામમાં પાસે બેફામ બની કાર, બે બાઈકને ફંગોળ્યા, જુઓ CCTV
વલસાડ જિલ્લાના ઉમરગામમાં ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં એક બેફામ બનેલી કારે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. ઉમરગામના ગોલ કેટીન પાસે આવેલા જય માતાજી સર્કલ નજીક પૂરઝડપે આવતી એક કારના ચાલકે બાઈક સવારને જોરદાર ટક્કર મારી હતી અને ત્યારબાદ ઊભા રહેવાને બદલે ઘટના સ્થળેથી ગાડી ભગાવી ફરાર થઈ ગયો હતો.
સદનસીબે જાનહાનિ ટળી
આ અકસ્માત એટલો જોરદાર હતો કે બાઈક સવાર રોડ પર ફંગોળાયો હતો. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી અને બાઈક સવારનો આબાદ બચાવ થયો છે. અકસ્માત બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં કાર ચાલક નજર ચૂકવીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
CCTVના આધારે પોલીસની કાર્યવાહી
અકસ્માતની આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, કાર ચાલક કેટલી બેદરકારીથી ગાડી ચલાવી રહ્યો હતો. ઉમરગામ પોલીસે આ CCTV ફૂટેજના આધારે કારના નંબર મેળવી ફરાર ચાલકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. શહેરી વિસ્તારમાં આ પ્રકારે બેફામ વાહન ચલાવતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
https://x.com/sandeshnews/status/2047255726259851740
આ પણ વાંચો - Valsad : કપરાડામાં કાળમુખી પીકઅપ વાન પલટી, બ્રેક ફેલ થતા સર્જાયેલા અકસ્માતમાં 7 ના મોત, 20 થી વધુ ઘાયલ