android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Valsadના ધરમપુરમાં ગેરકાયદે રેતી ખનન પર ખાણ મામલતદારના દરોડા, જુઓ Video

calendar_todayJanuary 3, 2026

Valsadના ધરમપુરમાં ગેરકાયદે રેતી ખનન પર ખાણ મામલતદારના દરોડા, જુઓ Video

વલસાડની પાર નદીના પટમાં કરવામાં આવતું હતુ રેતી ખનન અને તંત્રએ સપાટો બોલાવ્યો છે, ખાણ ખનીજ વિભાગે 4 ટ્રક અને 5 જેસીબી જપ્ત કર્યા છે અને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. ધરમપુરના ધામણી ગામે પાર નદીમાં મામલતદારની ટીમના દરોડા સામે આવ્યા છે, મામલતદારે દરોડા પાડી તપાસ ખાણ ખનીજ વિભાગને સોંપી છે.

ધામણી સહિતના ગામોમાં પાર નદીના પટમાં ગેરકાયદે રેતીખનન

છેલ્લા કેટલાક સમયથી ધામણી સહિતના ગામોમાં પાર નદીના પટમાં ગેરકાયદે રેતીખનન ચાલી રહ્યું હતું. મામલતદારની આ આકસ્મિક રેડથી ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે.


આ પણ વાંચો : Gandhinagar News : નમો શ્રી યોજના અંતર્ગત છેલ્લા એક વર્ષમાં 7 લાખથી વધુ લાભાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા રૂ.437 કરોડ ચૂકવાયા