android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vande bharat Sleeper: ઓટોમેટિક દરવાજા, લક્ઝરી કોચ..જાણો વંદે ભારત સ્લીપરની શું છે વિશેષતા

calendar_todayJanuary 17, 2026

Vande bharat Sleeper: ઓટોમેટિક દરવાજા, લક્ઝરી કોચ..જાણો વંદે ભારત સ્લીપરની શું છે વિશેષતા

17 જાન્યુઆરી, 2026 ભારતીય રેલ્વેના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ છે. PM નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના માલદા ટાઉન રેલ્વે સ્ટેશનથી દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપશે. વંદે ભારત સ્લીપર ટ્રેન સંપૂર્ણપણે વાતાનુકૂલિત છે અને લાંબા અંતરની રાત્રિ મુસાફરીને અત્યંત આરામદાયક અને સલામત બનાવશે. તે હાવડા (કોલકાતા) અને કામાખ્યા (ગુવાહાટી) વચ્ચે દોડશે.

કેવી છે વંદેભારત સ્લીપર ટ્રેન?

  • વંદે ભારત સ્લીપર એક સેમી-હાઈ-સ્પીડ ટ્રેન છે જેમાં કુલ 16 કોચ છે
  • 11 થર્ડ એસી, 4 સેકન્ડ એસી અને 1 ફર્સ્ટ એસી કોચ છે.
  • થર્ડ એસીમાં 611 બર્થ, 188 સેકન્ડ એસી અને 24 ફર્સ્ટ એસી બર્થ છે.
  • આ ટ્રેનમાં કુલ 823 મુસાફરોને સમાવી શકાશે.
  • વંદે ભારત સ્લીપરની મહત્તમ ગતિ 180 કિલોમીટર પ્રતિ કલાક છે.
  • તે પશ્ચિમ બંગાળના હાવડા અને ગુવાહાટી (કામખ્યા) વચ્ચેનું 958 કિમીનું અંતર માત્ર 14 કલાકમાં કાપશે.

કેવા છે વંદેભારત સ્લીપરમાં શું છે ખાસ ?

  • - ઉપરના બર્થ સુધી સરળતાથી પહોંચવા માટે નવી ડિઝાઇન કરેલી સીડી
  • - સ્ટેશન પર ખુલતા અને બંધ થતા ઓટોમેટિક સ્લાઇડિંગ દરવાજા
  • - કવચ એન્ટી-કોલિઝન સિસ્ટમ (ટ્રેન સલામતી માટે)
  • - દરેક કોચમાં સીસીટીવી કેમેરા, ઇમરજન્સી ટોક-બેક સિસ્ટમ અને ફાયર ડિટેક્શન
  • - આધુનિક બાયો-વેક્યુમ ટોઇલેટ અને ટચ-ફ્રી ફિટિંગ
  • - પ્રાદેશિક ભોજન કેટરિંગ (જેમ કે બંગાળી અને આસામી વાનગીઓ)
  • - જંતુનાશક ટેકનોલોજી કોચ સ્વચ્છ અને જંતુમુક્ત રહે તેની ખાતરી કરે છે

વંદે ભારત સ્લીપર ટ્રેન ભાડું (હાવડાથી ગુવાહાટી)

  • એસી થ્રી-ટાયર: આશરે ₹2,000 થી ₹2,300 (5% GST સાથે)
  • એસી ટુ-ટાયર: લગભગ ₹2,500 થી ₹3,000
  • પ્રથમ એસી: ₹3,000 થી ₹3,600
  • ભાડા રાજધાની એક્સપ્રેસ કરતા થોડા મોંઘા છે પરંતુ મુસાફરી વધુ આરામદાયક અને ઝડપી હશે.

ટ્રેન હાવડા અને કામાખ્યા વચ્ચે આ સ્ટેશનો પર રોકાશે.

  • બંદેલ
  • નવદ્વીપ ધામ
  • કટવા
  • અઝીમગંજ
  • ન્યૂ ફરક્કા
  • માલદા ટાઉન
  • અલુઆબારી રોડ
  • ન્યૂ જલપાઇગુડી (NJP)
  • જલપાઇગુડી રોડ
  • ન્યૂ કૂચ બિહાર
  • ન્યૂ અલીપુરદ્વાર
  • ન્યૂ બોંગાઇગાંવ
  • રંગિયા

ટ્રેનનું સમયપત્રક

પ્રારંભિક અંદાજ મુજબ તે હાવડાથી સાંજે 6.20 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 6.20 વાગ્યે કામાખ્યા પહોંચશે. પરત ફરતી વખતે તે કામાખ્યાથી સાંજે 6.15 વાગ્યે ઉપડશે અને સવારે 8.15 વાગ્યે હાવડા પહોંચશે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે 2026માં વધુ વંદે ભારત સ્લીપર ટ્રેનો શરૂ કરવામાં આવશે, જેનાથી લાંબા અંતરની મુસાફરી વધુ સરળ બનશે.