calendar_todaySeptember 13, 2026
Vapi: ઉદ્યોગ સાહસિકતા અને આશાવાદ સાથે પ્રદેશ નવા યુગ તરફ જઇ રહ્યો છે : સી. પી. રાધાકૃષ્ણન
દાદરા અને નગર હવેલીમાં ચાલી રહેલા સર્વાંગી વિકાસ કાર્યોની સમીક્ષા અર્થે ઉપરાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણને કેન્દ્રશાસિત પ્રદેશની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પ્રદેશમાં આરોગ્ય, શિક્ષણ અને માળખાકીય સુવિધાઓના બદલાતા સ્વરૂપને પ્રત્યક્ષ નિહાળ્યું હતું. પોતાના સંબોધનમાં ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આ પ્રદેશનો વિકાસ માત્ર આંકડાકીય નથી, પરંતુ અહીંના લોકોના જીવનધોરણમાં આવેલો વાસ્તવિક સુધારો છે. સ્થાનિક નાગરિકોની ઉદ્યોગ સાહસિકતા, દ્રઢતા અને આશાવાદ પ્રદેશને પ્રગતિના નવા યુગ તરફ્ લઈ જઈ રહ્યા છે. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો હતો કે વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવી રહ્યા છે, જે શિક્ષણ ક્ષેત્રે થયેલા ગુણાત્મક પરિવર્તનનું ઉત્તમ ઉદાહરણ છે.
નમો મેડિકલ કોલેજ અને હોસ્પિટલની મુલાકાત મુલાકાત દરમિયાન તેમણે NAMO મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ તેમજ સંલગ્ન હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું.
આધુનિક પ્રયોગશાળાઓ, તાલીમ સુવિધાઓ અને દર્દીઓ માટેની આરોગ્ય સેવાઓની વિગતવાર સમીક્ષા કરી તેમણે તબીબો, વહીવટી અધિકારીઓ અને મેડિકલ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો