calendar_todayFebruary 25, 2026
Vav-tharad: જિલ્લામાં નર્મદા નહેરમાં સિંચાઈના પાણી 15 એપ્રિલ સુધી ચાલુ રાખવા માંગ
વાવ-થરાદ જીલ્લામાં ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા માટે ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે. સંઘે નર્મદા નહેરમાં પાણી 15 એપ્રિલ, 2026 સુધી ચાલુ રાખવા, જમીન સંપાદન વળતરમાં રહેલી ગેરસમતા દૂર કરવા તેમજ કૃષિ રાહત પેકેજ હેઠળ સહાય તાત્કાલિક ચૂકવવા માંગ કરી છે.
સંઘના પ્રતિનિધિઓએ જણાવ્યું કે વર્ષ 2025-26 દરમિયાન અતિવૃષ્ટિ, જમીનમાં વધેલા ક્ષાર અને વધુ ભેજને કારણે વાવ તાલુકામાં ખરીફ્ અને રવિ બંને સિઝનની ખેતી નિષ્ફ્ળ ગઈ છે. હાલ કેનાલનું પાણી 15 માર્ચે બંધ થવાનું હોવાથી ખેડૂતો અને પશુપાલકો પર આર્થિક સંકટ ઊભું થયું છે. સંઘે ખેડૂતોના હિતમાં નર્મદા નહેરનું પાણી 15 એપ્રિલ સુધી ચાલુ રાખવાની માંગ કરી છે. જમીન સંપાદન વળતર મુદ્દે પણ સંઘે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. વાવ ગામમાં એક જ પ્રોજેક્ટ હેઠળ અલગ-અલગ કેસોમાં જુદી રીતે વળતર આપવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. કેટલાક કેસોમાં જંત્રીના બે ગણું વળતર અને 12 ટકા વ્યાજ આપવામાં આવ્યું છે, જ્યારે અન્ય કેસોમાં માત્ર 1.5 ગણું વળતર આપી 12 ટકા વ્યાજ કાપી લેવાયું હોવાનું જણાવાયું છે. સંઘે તમામ કેસમાં સમાન રીતે બે ગણું વળતર અને વ્યાજ સાથે સુધારાત્મક એવોર્ડ જાહેર કરવાની માંગ કરી છે.કૃષિ રાહત પેકેજ 2025 અંતર્ગત જમીન સુધારણા સહાય માટે પ્રતિ હેક્ટર ?20,000 જાહેર કરાયા હતા, પરંતુ ટેકનિકલ ખામીઓના કારણે ઘણા ખેડૂતો અરજીઓ કરી શક્યા નથી. KRP પોર્ટલ ફરી શરૂ કરી અથવા ઓફ્લાઈન અરજીઓ સ્વીકારી સહાય ચૂકવવાની વ્યવસ્થા કરવા રજૂઆત કરાઈ છે. આ મુદ્દે ઠાકરસી રબારીએ જણાવ્યું કે કલેક્ટરે હકારાત્મક અભિગમ દાખવી ખેડૂતોને અન્યાય નહીં થાય તેની ખાતરી આપી છે. હવે જિલ્લા તંત્રના પગલાં પરખેડૂતોની નજર છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો