calendar_todayMay 14, 2026
VD Satheesan Networth: કરોડોનું સોનું, પણ પોતાના નામે એક કાર નહી, જાણો નવા મુખ્યમંત્રીની નેટવર્થ
કેરળમાં કોંગ્રેસ પક્ષ દ્વારા મુખ્યમંત્રી પદને લઈને ચાલી રહેલી અટકળોનો આખરે અંત આવ્યો છે. કે.સી. વેણુગોપાલ રેસમાંથી બહાર થઇ ગયા છે. હાઈકમાન્ડે વી.ડી. સતીસનના નામ પર મહોર લગાવી છે. એર્નાકુલમ બેઠક પરથી શાનદાર જીત મેળવનારા સતીસન હવે રાજ્યનું સુકાન સંભાળશે. રાજકારણની સાથે તેઓ કાયદાકીય ક્ષેત્રે પણ નિપુણતા ધરાવે છે.
કરોડપતિ છે વી ડી સતીશન
વિધાનસભા ચૂંટણીમાં એર્નાકુલમ મતવિસ્તારમાંથી વિજય મેળવનારા સતીસનની કુલ સંપત્તિ પર એક નજર નાખતા જાણવા મળે છે કે તેઓ કરોડપતિ રાજકારણીઓના જૂથમાં છે. ચૂંટણી પંચને સુપરત કરાયેલા સોગંદનામા મુજબ, વી.ડી. સતીસનની કુલ સંપત્તિ ₹6 કરોડથી વધુ છે, જ્યારે તેમના પર આશરે ₹41.45 લાખનું દેવું છે.
સંપત્તિનું સરવૈયું: ₹6 કરોડથી વધુની માલમિલકત
ચૂંટણી પંચને સોંપેલા સોગંદનામા (Affidavit) મુજબ, વી.ડી. સતીસન આર્થિક રીતે સધ્ધર નેતાઓમાં સ્થાન ધરાવે છે. તેમની કુલ સંપત્તિની વિગતો નીચે મુજબ છે:
- કુલ સંપત્તિ: અંદાજે ₹6.65 કરોડ.
- બેંક બેલેન્સ: દંપતી પાસે વિવિધ બેંક ખાતાઓમાં કુલ ₹73.62 લાખની રકમ જમા છે.
- રોકડ: તેમની અને તેમની પત્ની પાસે હાથ પર આશરે ₹73,000ની રોકડ છે.
- દેવું: સતીસન પર અંદાજે ₹41.45 લાખની નાણાકીય જવાબદારી કે દેવું છે.
એક પણ નથી કાર
કરોડોની સંપત્તિ હોવા છતાં, વી.ડી. સતીસન સાદગીભર્યું જીવન પસંદ કરે છે. સોગંદનામામાં આપેલી માહિતી મુજબ:
- તેમની પાસે પોતાની કોઈ અંગત કાર નથી.
- તેમની પાસે કોઈ LIC પોલિસી કે પોસ્ટ ઓફિસની બચત સ્કીમ પણ નથી.
- તેમણે શેરબજાર અને બોન્ડ્સમાં ₹25,000 જેટલું મર્યાદિત રોકાણ કર્યું છે.
સોનામાં મોટું રોકાણ
સતીસન પરિવાર પાસે સોનાના દાગીનાનો મોટો સંગ્રહ છે, જેની કિંમત ₹1 કરોડથી વધુ આંકવામાં આવી છે.
- વી.ડી. સતીસન પાસે 35 ગ્રામ સોનું છે.
- તેમના પત્ની પાસે 1,128 ગ્રામ સોનું છે.
- આમ, તેમની કુલ જંગમ (Moveable) સંપત્તિ ₹2.37 કરોડની આસપાસ થાય છે.
સ્થાવર મિલકત અને જમીન
રીઅલ એસ્ટેટ ક્ષેત્રે પણ તેમની પાસે નોંધપાત્ર મિલકતો છે:
બિન-ખેતીલાયક જમીન: પતિ-પત્નીના નામે સંયુક્ત રીતે ₹3 કરોડની જમીન છે.
ખેતીલાયક જમીન: સતીસનના નામે કોઈ ખેતર નથી, પરંતુ તેમના પત્ની ₹61 લાખની ખેતીલાયક જમીન ધરાવે છે.
નિવાસસ્થાન: મુખ્યમંત્રીના નામે ₹25 લાખની કિંમતનું એક મકાન નોંધાયેલું છે.
વ્યવસાયે વકીલ એવા વી.ડી. સતીસનની આ આર્થિક પારદર્શિતા તેમની 'કરોડપતિ' રાજકારણી તરીકેની છબી રજૂ કરે છે, પરંતુ પોતાની કાર ન હોવી એ તેમની જીવનશૈલીનો એક રસપ્રદ પાસું દર્શાવે છે.