android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Veraval News: લોકાર્પણના બીજા જ દિવસે ડો. આંબેડકર પાર્કમાં ચોરી, વૃદ્ધનો મોબાઈલ સેરવી લેતો શખ્સ CCTVમાં કેદ

calendar_todayMarch 14, 2026

Veraval News: લોકાર્પણના બીજા જ દિવસે ડો. આંબેડકર પાર્કમાં ચોરી, વૃદ્ધનો મોબાઈલ સેરવી લેતો શખ્સ CCTVમાં કેદ

વેરાવળ શહેરમાં હજુ ગઈકાલે જ નવીનીકરણ બાદ ખુલ્લા મુકાયેલા ડો. આંબેડકર પાર્કમાં ચોરીની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. ગાર્ડન જનતા માટે ખુલ્લો મુકાયાના બીજા જ દિવસે એક વૃદ્ધના ખિસ્સામાંથી મોબાઈલની ઉઠાંતરી કરવામાં આવી હતી. જોકે, ગાર્ડનમાં સુરક્ષા માટે મુકવામાં આવેલી 'તીસરી આંખ' એટલે કે CCTV કેમેરા તંત્ર માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે, જેમાં સમગ્ર ચોરીની ઘટના લાઈવ કેદ થઈ છે.

નવીકરણ બાદ ગાર્ડન ખુલ્લો મુકાયા બાદ ચોરી

એક વૃદ્ધ જ્યારે ગાર્ડનમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે ભીડનો લાભ ઉઠાવીને ગઠિયા ગેંગના એક સાગરીતે અત્યંત ચપળતાથી વૃદ્ધના ખિસ્સામાંથી મોબાઈલ ફોન સેરવી લીધો હતો. વૃદ્ધને આ અંગેની જાણ થાય તે પહેલા જ ગઠિયો ફરાર થઈ ગયો હતો. ગાર્ડનના નવીનીકરણ બાદ લોકોના ભારે ઉત્સાહ અને ભીડ વચ્ચે તસ્કરોએ પોતાનો હાથ સાફ કરવાનું શરૂ કર્યું છે, જેનાથી સહેલાણીઓમાં ચિંતા ફેલાઈ છે.

વૃદ્ધના ખિલ્લામાંથી મોબાઇલની ઉઠાંતરી

પોલીસ ચોરીની જાણ થતાની સાથે જ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને ગાર્ડનમાં લાગેલા CCTV કેમેરા તપાસતા એક શખ્સ મોબાઈલની ઉઠાંતરી કરતો સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. પોલીસે આ ફૂટેજના આધારે ગઠિયાની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે અને તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે જાહેર સ્થળો પર સુરક્ષાના સાધનો ગેરકાયદે પ્રવૃત્તિઓ ડામવા માટે કેટલા મહત્વના છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો