android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vibrant Gujarat 2026: અદાણી ગ્રુપ કચ્છમાં રૂ.1.5 લાખ કરોડનું રોકાણ કરશે

calendar_todayJanuary 11, 2026

Vibrant Gujarat 2026: અદાણી ગ્રુપ કચ્છમાં રૂ.1.5 લાખ કરોડનું રોકાણ કરશે

રાજકોટના આંગણે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2026માં અદાણી ગ્રુપ વતી કરણ અદાણીએ ભારતની આર્થિક પ્રગતિ અને ગુજરાતની વ્યૂહાત્મક ભૂમિકા અંગે ઊંડો આશાવાદ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં તેમણે ગુજરાતને ભારતના વિકાસનું એન્જિન ગણાવ્યું હતું.

ગુજરાત: ભારતના જીડીપીમાં સિંહફાળો

કરણ અદાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત આજે ભારતના જીડીપીમાં 8 ટકાથી વધુ યોગદાન આપે છે. દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં 17 ટકા હિસ્સો અને 40 ટકા કાર્ગો હેન્ડલિંગ એકલા ગુજરાતના બંદરો દ્વારા થાય છે. તેમણે ઉમેર્યું કે 'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ' ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે અમલી બને તે પહેલાં જ સાકાર કરી બતાવ્યું હતું.

કચ્છ અને મુન્દ્રાનો કાયાકલ્પ

અદાણી સમૂહ માટે મુન્દ્રાને 'કર્મભૂમિ' ગણાવતા કરણ અદાણીએ કહ્યું કે, જે કચ્છ એક સમયે અંતરિયાળ ગણાતું હતું, તે આજે ઉર્જા અને લોજિસ્ટિક્સનું હબ બની ગયું છે. મુન્દ્રા પોર્ટ: આગામી 10 વર્ષમાં મુન્દ્રા બંદરની ક્ષમતા બમણી કરવામાં આવશે. ખાવડા પ્રોજેક્ટ: ખાવડામાં 37 ગીગાવોટ ક્ષમતા ધરાવતો વિશ્વનો સૌથી મોટો નવીનીકરણીય ઉર્જા પાર્ક વિકસાવવામાં આવી રહ્યો છે, જે 2030 સુધીમાં પૂર્ણ થશે.

રોકાણની મોટી પ્રતિબદ્ધતા

કરણ અદાણીએ અદાણી સમૂહના ભાવિ આયોજન અંગે જાહેરાત કરી હતી કે; આગામી પાંચ વર્ષમાં કચ્છ ક્ષેત્રમાં રૂ.1.5 લાખ કરોડનું જંગી રોકાણ કરવામાં આવશે, આ રોકાણથી રોજગાર સર્જન અને ઔદ્યોગિક સ્પર્ધાત્મકતામાં મોટો ઉછાળો આવશે, ગુજરાત અદાણી સમૂહનો પાયો છે અને રાષ્ટ્રના વિકાસમાં સમૂહ ભાગીદાર બની રહેશે. અંતમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે 'વિકસિત ભારત-2047' ના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં ગુજરાત મુખ્ય આધારસ્તંભ બની રહેશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો