android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vibrant Regional Summit 2026 : વાયબ્રન્ટ સમિટથી ગુજરાતનો વિકાસ થયો, 3.57 લાખ કરોડનું FDI થયું: CM ભુપેન્દ્ર પટેલ

calendar_todayJanuary 11, 2026

Vibrant Regional Summit 2026 : વાયબ્રન્ટ સમિટથી ગુજરાતનો વિકાસ થયો, 3.57 લાખ કરોડનું FDI થયું: CM ભુપેન્દ્ર પટેલ

રાજકોટમાં વાયબ્રન્ટ રીજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે PM મોદીના હસ્તે વાયબ્રન્ટ સમિટનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. PMએ કચ્છ - સૌરાષ્ટ્ર વાયબ્રન્ટ સમિટનો પ્રારંભ કરાવ્યો છે, જેમાં 5,000થી વધુ ઉદ્યોગ જગતના દિગ્ગજો હાજર રહ્યા છે. રોકાણકર્તાઓ અને નીતિ નિર્માતાઓની હાજરી છે. ઔદ્યોગિક, આર્થિક, કૃષિ ઉર્જા ક્ષમતાને મંચ મળશે. આ સાથે જ વેન્ડર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ, રાઉન્ડ ટેબલ ચર્ચાઓ પણ થશે.

વાયબ્રન્ટ સમિટથી ગુજરાતનો વિકાસ થયો : CM ભુપેન્દ્ર પટેલ

ત્યારે સૌરાષ્ટ્ર વાયબ્રન્ટ સમિટમાં CM ભુપેન્દ્ર પટેલે સંબોધન કરતા કહ્યું કે વિશ્વભરના લોકોનો ગુજરાત પર વિશ્વાસ છે, વાયબ્રન્ટ સમિટથી ગુજરાતનો વિકાસ થયો છે. 3.57 લાખ કરોડનું FDI થયું છે, એક્સપોર્ટમાં ગુજરાતનો મોટો ભાગ છે. MSMEની સંખ્યામાં વધારો થયો છે. સાથે જ ગુજરાતે પ્રગતિના નવા બેન્ચમાર્ક પ્રસ્થાપિત કર્યા અને ગુજરાત NO WEREથી EVERY WERE બન્યું છે. સૌથી વધુ MoU સૌરાષ્ટ્ર અને કચ્છ માટે થયા છે. નાના શહેરોને વિકાસગ્રોથમાં જોડવાનો પ્રયાસ છે. 2024માં 98,000 એમઓયુ થયા હતા અને જિલ્લાઓ પણ વિવિધ મેન્યુફેક્ચરના હબ બન્યા છે.

રાજકોટમાં વાયબ્રન્ટ રીજનલ સમિટમાં RILની જાહેરાત

બીજી તરફ રાજકોટમાં વાયબ્રન્ટ રીજનલ સમિટમાં RILએ મોટી જાહેરાત કરતા કહ્યું કે રિલાયન્સ ગ્રુપ 7 લાખ કરોડનું રોકાણ કરશે. વાયબ્રન્ટ રીજનલ સમિટમાં મુકેશ અંબાણીએ જાહેરાત કરી કે જામનગર ઊર્જાનું કેન્દ્ર છે અને વધુ વિકસિત બનશે. ગ્રીન હાઈડ્રોજન, ગ્રીન એનર્જી પર ખાસ ફોક્સ છે. વિશ્વના સૌથી મોટા સોલર પ્રોજેક્ટને આગળ વધારીશું. જામનગરમાં AIનું સૌથી મોટું ડેટા સેન્ટર તૈયાર થઈ રહ્યું છે. જીઓ AIના ક્ષેત્રમાં વધુ સક્રિય, વિસ્તરણ કરવા જઈ રહ્યું છે. ઓલિમ્પિકને લઈને ઓન રિલાયન્સ ફાઉન્ડેશન સક્રિય છે. ઓલિમ્પિક માટે અમે ખૂબ આશાવાદી અને તૈયાર છીએ. વિશ્વ ઝડપથી બદલાઈ રહ્યું છે, વિશ્વમાં ઘણા પડકારો વર્તમાન સમયમાં છે.

આ પણ વાંચો: Vibrant Regional Summit: રાજકોટમાં વાયબ્રન્ટ રિજનલ સમિટનો પ્રારંભ, DYCM હર્ષ સંઘવીએ કહી આ વાત