android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
VIDEO : 1980ના દાયકાના ટ્રેન્ડીંગ લુકમાં છવાયા PM મોદી, નવો લુક બન્યો ચર્ચાનો વિષય

calendar_todaySeptember 12, 2026

VIDEO : 1980ના દાયકાના ટ્રેન્ડીંગ લુકમાં છવાયા PM મોદી, નવો લુક બન્યો ચર્ચાનો વિષય

હાલમાં સોશિયલ મીડિયામાં ખાસ કરીને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જેમાં લોકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની મદદથી પોતાની જાતને 1980ના દાયકામાં લઈ જઈને તસવીરો બનાવી રહ્યા છે. આ માટે યુઝર્સે વિવિધ AI એપ્સ પર પોતાના ફોટો સાથે યોગ્ય પ્રોમ્પ્ટ અને કમાન્ડ્સ આપવા પડે છે, જેના આધારે તેમને 80ના દાયકાના લુકવાળી તસવીર મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આવી જ તસવીરો પણ સામે આવી છે, જે હિમાચલ પ્રદેશ ભાજપ દ્વારા શેર કરવામાં આવી છે.


મોદીની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ  

જો કે, સોશિયલ મીડિયા પર સક્રિય રહેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે આવી કોઈ તસવીર શેર કરી નથી, પરંતુ તેમની પાર્ટી દ્વારા પ્રોમ્પ્ટની મદદથી અલગ-અલગ અંદાજમાં આ તસવીરો તૈયાર કરવામાં આવી છે. હિમાચલ ભાજપે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, 'જ્યારે તેમનું આભા-મંડળ પહેલેથી જ બેજોડ હતું.' જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. વડાપ્રધાન મોદી પહેલાં ભાજપ અને કોંગ્રેસ સહિતના વિવિધ પક્ષોના નેતાઓએ પણ આ ટ્રેન્ડને ફોલો કર્યો છે. આ નેતાઓમાં કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ, ચિરાગ પાસવાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરૂર જેવા ચહેરાઓ પણ સામેલ છે.


નેતાઓને પણ લાગ્યો આ ટ્રેન્ડનો ચસ્કો 

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પણ આ ટ્રેન્ડમાં સામેલ થનારા શરૂઆતના નેતાઓમાંના એક હતા. AIથી બનેલી એક તસવીર શેર કરતા ગોયલે લખ્યું હતું કે, 80ના દાયકાના આ ટ્રેન્ડની મજા માણી રહ્યો છું. આ તસવીરમાં તેઓ ગ્રે સૂટ, સફેદ શર્ટ અને એવિએટર સનગ્લાસ પહેરેલા નજરે પડે છે. આ સિવાય કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ પણ આ ટ્રેન્ડ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. AI દ્વારા તૈયાર કરાયેલી તેમની તસવીરમાં તેઓ સનગ્લાસ, બ્લેઝર અને ખુલ્લા શર્ટ સાથે કારની બાજુમાં પોઝ આપતા દેખાય છે.

આ ફોટો ટ્રેન્ડ કેવી રીતે કામ કરે છે? 

સૌ પ્રથમ AI ઇમેજ જનરેટર પર તમારી હાલની તસવીર અપલોડ કરીને એવો કમાન્ડ આપવાનો કે ફોટો 1980ના દાયકામાં ખેંચવામાં આવ્યો હોય તેવું લાગે. એક પ્રોમ્પ્ટ દ્વારા ટૂલને એવું કહી શકાય કે તે વ્યક્તિના ચહેરાની બનાવટ તો સમાન જ રાખે, પરંતુ તેના કપડાં, હેરસ્ટાઇલ, પોઝ, બેકગ્રાઉન્ડ અને લાઇટિંગમાં ફેરફાર કરી દે. 1980ના દાયકાનો ભારતીય લુક મેળવવા માટે યુઝર્સ સામાન્ય રીતે રંગબેરંગી સાડીઓ, ખાસ પ્રકારની જ્વેલરી, મોટી હેરસ્ટાઇલ, મૂછો, પહોળા કોલરવાળા શર્ટ, હાઈ-વેસ્ટ ટ્રાઉઝર અને રેક્રો સનગ્લાસનો ઉપયોગ કરે છે.