android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vidhyasahayak Bharti 2026: ધોરણ 1 થી 5 અન્ય માધ્યમ માટે કોલ લેટર જાહેર, આ તારીખે શરૂ થશે જિલ્લા પસંદગી!

calendar_todayOctober 22, 2026

Vidhyasahayak Bharti 2026: ધોરણ 1 થી 5 અન્ય માધ્યમ માટે કોલ લેટર જાહેર, આ તારીખે શરૂ થશે જિલ્લા પસંદગી!

ગુજરાતમાં પ્રાથમિક શિક્ષક બનવાનું સપનું સેવતા ઉમેદવારો માટે અત્યંત મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. વિદ્યાસહાયક ભરતી 2026 અંતર્ગત ધોરણ 1 થી 5 ની અન્ય માધ્યમની ભરતી પ્રક્રિયાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ભરતીના કોલ લેટર સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યા છે, જેનાથી ઉમેદવારોમાં ખુશીની લહેર ફરી વળી છે.

આજથી ઓનલાઈન કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે

ભરતી સમિતિ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, મેરિટમાં સમાવિષ્ટ થયેલા તમામ ઉમેદવારો આજથી જ પોતાના ઓનલાઈન કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. અનામત અને બિનઅનામત બંને કેટેગરીના યોગ્યતા ધરાવતા ઉમેદવારો માટે ઓનલાઈન પોર્ટલ પરથી કોલ લેટર મેળવવાની સુવિધા શરૂ કરી દેવામાં આવી છે.

29 ઓક્ટોબરથી શરૂ થશે જિલ્લા પસંદગીની પ્રક્રિયા

જે ઉમેદવારોનું નામ મેરિટ યાદીમાં સમાવિષ્ટ છે, તેઓને સ્થળ અને જિલ્લાની પસંદગી માટે બોલાવવામાં આવશે. આ માટેની જિલ્લા પસંદગી પ્રક્રિયા આગામી 29 ઓક્ટોબરથી સત્તાવાર રીતે શરૂ કરવામાં આવશે. ઉમેદવારોએ પોતાના કોલ લેટરમાં દર્શાવેલી તારીખ, સમય અને નિયત સ્થળે જરૂરી તમામ અસલ પ્રણામપત્રો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે.

દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ નિયમ

ભરતી પ્રક્રિયામાં દિવ્યાંગ (PwD) ઉમેદવારો માટે પણ મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે. જે દિવ્યાંગ ઉમેદવારો મેરિટમાં આવ્યા છે, તેઓને તેમની સંબંધિત કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ હશે તો અને તો જ જિલ્લા પસંદગી માટેનો લાભ મળવાપાત્ર રહેશે.


આ પણ વાંચો: Gir Somnath News : વેજ ઝોન જાહેરનામાનો મામલો પહોંચ્યો હાઈકોર્ટ, બંને પક્ષોની દલીલો બાદ ચુકાદો અનામત