android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Visnagar: બાસણા ગામે બંગડીઓ ધોઈ આપવાને બહાને સોનું ઓગળી છેતરપિંડી કરતા ત્રણને ઝડપ્યા

calendar_todayMarch 8, 2026

Visnagar: બાસણા ગામે બંગડીઓ ધોઈ આપવાને બહાને સોનું ઓગળી છેતરપિંડી કરતા ત્રણને ઝડપ્યા

વિસનગર તાલુકાના બાસણા ગામે ગત 8 ફેબ્રુઆરી બપોરના સુમારે દંપતીને વિશ્વાસમાં લઈ સોનાની બંગડીઓને ઓગાળી છેતરપીંડી કરી મોટરસાઈકલ ઉપર આવેલા ત્રણ શખ્સો ભાગી છૂટયા હતા જે બાબતે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવા પામી હતી.

જે બાબતે વિસનગર તાલુકા પોલીસે ટેકનિક્લ તેમજ સી.સી.ટીવી સર્વેલન્સ આધારે છેતરપીંડી અને વિશ્વાસ ઘાતના ગુનોમાં સંડોવાયેલ ત્રણે આરોપી વડનગર ખાતે હોવાની હકીકત મળતાં વસંતપ્રભા હોસ્પિટલની સામે આવેલા મકાનમાંથી ત્રણ શખ્સોને ઝડપી લઈ પુછપરછ કરતાં ત્રણ મહિના પહેલા કરેલા ગુનાની કબુલાત કરતાં મકાનમાં તપાસ કરતાં દાગીના સાફ કરવાનો સામાન મળતાં પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ તાલુકા પોલીસે હાથધરી છે.

વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન પો.ઈન્સ જે.પી.ભરવાડે જણાવ્યું હતું કે બાસણા ગામે સોના-ચાંદીના દાગીના ઓગાળીને છેતરપીંડી કરી 1 લાખ 75 હજારનું સોનુ લીકવીડ કરી 3 શખ્સો મોટરસાઈકલ ઉપર નાસી છૂટયા હતા. જેમાં ફૂટેજમાં બાઈકનો નંબર મળ્યો હતો. જે આધારે ત્રણ શખ્સોને પકડવામાં સફળતા મળી હતી. જેમાં જીતેન્દ્રકુમાર ગીરો ભેરવ મંડલ હાલ રહે. વડનગર ભાલેસરા ઠાકોર વાસ વસંતપ્રભા હોસ્પિટલની સામે મંગાજી મલાજી ઠાકોરના મકાનમાં મુ.બિહાર, મંડલ પંકજકુમાર સન-ઓ ગીરો ભૈરવ ઉ.વ.35 હાલ રહે વડનગર ભાલેસરા ઠાકોર વાસ વસંતપ્રભા હોસ્પિટલની સામે, અમિતકુમાર સન-ઓ ભાગવત સતન જાતે.મંડલ ઉ.વ.32 હાલ રહે વડનગર ભાલેસરા ઠાકોર વાસ વસંતપ્રભા હોસ્પિટલની સામે ત્રણેયની ધરપકડ કરી કોર્ટમાં રીમાન્ડની વધુ પુછપરછ અર્થે માગણી કરતાં દિન-1 ના રીમાન્ડ મળ્યા હતા જે રીમાન્ડ પુર્ણ થતા સબ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો