calendar_todayOctober 20, 2026
Vyara : નિઝર-કુકરમુંડાની વિવિધ શાળાઓમાં ગરબાની રમઝટ
નિઝરની સરદાર વલ્લભભાઇ વિદ્યાલય અને સરકારી મોડલ સ્કુલ સહિત કુકરમુંડા તાલુકાની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓએ ગરબે ધુમી નવરાત્રિની ઉજવણી કરી હતી. નવરાત્રિ પર્વના સાતમા દિવસે નિઝર અને કુકરમુંડા તાલુકાની વિવિધ શાળાઓમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. મા દુર્ગાના સાતમા સ્વરૂપ મા કાલરાત્રિની આરાધના સાથે શાળાઓમાં વિદ્યાર્થીઓએ પરંપરાગત ગરબા રમી નવરાત્રિ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. વિદ્યાર્થીઓ સાથે શાળાના આચાર્યો, શિક્ષકો સહિતના તમામ કર્મચારીઓએ ગરબામાં જોડાઇને ઉત્સવની ઉજવણીમાં સહભાગી બન્યા હતા. કુકરમુંડા તાલુકામાં પ્રાથમિક શાળા રાજપુર, પ્રાથમિક શાળા મૌલીપાડા(બેજ), ચીખલીપાડા, મૌલીપાડા(આમોદા) તેમજ પીએમ શ્રી કેન્દ્ર શાળા બેજ ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ શાળાઓમાં આયોજીત ગરબા કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પરંપરાગત વેશભુષા, ગરબાના તાલ અને ભકિતમય વાતાવરણ વચ્ચે નવરાત્રિનો રંગ જામ્યો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો